સિડની ટેસ્ટમાં નહીં રેમે ‘હિટમેન’ રોહિત, આ કારણથી મુંબઇ થયો રવાના
ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમમાં બેટ્સમેન રોહિત શર્મા પિતા બની ગયો છે. તેની પત્ની રિતિકા સજદેહએ મુંબઈની હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો છે. રિતિકાની બહેન અને અભિનેતા સોહેલ ખાનની પત્ની સીમા ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી જાણ કરી હતી.
સીમાએ રિતિકા સાથે ફોટા પોસ્ટ કરીને બધાને જાણ કરી હતી. તેણે લખ્યું હતું કે “બેબી ગર્લ, ફરી એક વખત માસી બની ગઈ છે.”રોહિત પોતાની દીકરીને જોવા ભારત આવવા રવાના થઇ ગયો છે. આ કારણે તે ત્રીજી ડિસેમ્બરથી સિડની ખાતે રમનાર ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચમાં ભાગ નહીં લે.
રોહિતના પિતા બનાવની ખબર મળતા જ સોશિયલ મીડિયા પર બધા તેને અભિનંદન પાઠવવા લાગ્યા છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે સિરીઝમાં 2-1થી આગળ છે. ભારત 40 વર્ષમાં પહેલી વખત સિરીઝમાં 2-1થી આગળ છે. જો ભારત સિડની ખાતેની ટેસ્ટ જીતે અથવા ડ્રો કરે તો ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત સિરીઝ જીતશે.