Ahmedabad

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર હિટ એન્ડ રન, કાર ચાલકે ટક્કર મારતા મહિલા પોલીસકર્મીનું મોત

અમદાવાદમાં ફરી એકવાર રફ્તારનો કહેર જોવા મળ્યો હતો. ડફનાળા સર્કલ પાસે કારની ટક્કરે મહિલા પોલીસ કર્મચારીનું મોત થયું હતું. કારની ટક્કરે મહિલા પોલીસ કોન્સ્ટેબલ શારદાબેન ડાભીનું મોત થયું હતું. મહિલા પોલીસ કોન્સ્ટેબલને કચડી કાર ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. રિવરફ્રન્ટ પાસે મહિલા પોલીસકર્મી એક્ટિવા પર ઘરે જઇ રહ્યા હતા ત્યારે અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો. નોંધનીય છે કે રિવરફ્રન્ટ ડફનાળા પાસે આ અકસ્માતની આ ઘટના બની છે. જેમાં એક મહિલા પોલીસકર્મીનું કરુણ મોત નિપજ્યું છે.

પૂરઝડપે આવતી કારના ચાલકે મહિલા પોલીસકર્મીને ટક્કર મારતા મહિલા પોલીસકર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે અને તેમનું મોત થયું છે. આ મહિલા પોલીસકર્મીની નામ શારદાબેન હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરી છે. આ મહિલા પોલીસકર્મી બંદોબસ્તમાંથી પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન વાહનચાલકે ટક્કર મારી હતી.  શારદાબહેન ડાભી ખાડીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેઓ સાત ડિસેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા કાર્યક્રમના બંદોબસ્તમાંથી પરત ફરતા હતા ત્યારે આ ઘટના બની હતી. પોલીસે આ મામલે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.              

નોંધનીય છે કે થોડા દિવસો અગાઉ ગુજરાત હાઈકોર્ટ ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં 2 સાયકલ સવારને ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. ડો.અનીસ અને ક્રિશ્ના શુક્લાને કારચાલકે ટક્કર મારી હતી, જેમાં બંને લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બે દિવસ અગાઉ દહેગામથી નરોડા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. સફેદ કલરની ક્રેટા કારે અકસ્માત સર્જ્યો હતો. કારે ડિવાઈડર કૂદી ગાડી રોંગ સાઈડ પર જઈને એકટીવા સવાર યુવકોને કચડ્યા હતા. ક્રેટા ચાલકે એકટીવાને એટલી જોરદાર ટક્કર મારી હતી કે બંને યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.               

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button