ગુજરાત

હિમ્મતનગર – 2900 કર્મચારીઓ વિવિધ માંગણીને લઇને હડતાળ પર, મુસાફરો ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર

પોતાની પડતર માંગણીઓને લઇને એસટીના ૪૫ હજારથી વધુ કર્મચારીઓ બુધવારે મધરાતથી માસ સીએલ પર ઉતર્યાં હતા. કર્મચારીઓ હડતાળ પર ઉતરતાં રાજ્યની ૮ હજાર એસટી બસોના પૈડા થંભી જશે. ૨૫ લાખ જેટલા મુસાફરોએ ભારે હાલાકી ભોગવવી પડશે. મહત્વનું છે કે, અમદાવાદ સહિત મોટાભાગના ડિવિઝનના કર્મચારીઓએ રજા રિપોર્ટ પણ મૂકી દીધા છે.

જ્યારે સાબરકાંઠા એસટી કર્મચારીઓ પણ બાકાત રહ્યા નથી. જિલ્લામાં 2900 કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઇને કર્મચારીઓ પણ પોતાના કામથી અળગા રહ્યા છે. જેને લઇને મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બસ સ્ટેશન પણ સુમસાન બન્યા છે. મુસાફરોને વધારે પૈસા આપીને ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે.

હાલમાં કર્મચારીઓ દ્વારા ૨૪ કલાકની હડતાળની જાહેરાત કરી છે પરંતુ જો પ્રશ્નોનુ નિરાકરણ નહી આવે તો આ હડતાળ નિરંતર ચાલુ રાખવાની ચિમકી ઉચ્ચારાઈ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button