આ રીતે ડિલીટ કર્યા વગર WhatsApp પર છુપાવો તમારી પર્સનલ ચેટ
આજના સમયમાં દુનિયાની અડધાથી વધારે આબાદી વોટ્સએપનો ઉપયોગ કરે છે. જ્યારે દરેક યૂજર્સ તેમના દરેક પર્સનલ અને સાર્વજનિક કામ આ પ્લેટફોર્મ પર કરે છે. કેટલીક વખત એવું હોય છે કે તમારો ફોન તમારા મિત્ર કે પરિવારજનો તેમના હાથમાં લઇ લેતા હોય છે અને તમારી મંજૂરી વગર દરેક પર્સનલ ચેટને વાંચી લેતા હોય છે. જે તમારે કોઇને પણ વાંચવા દેવી હોતી નથી.
જેના માટે યૂજર્સે સૌથી પહેલા ચેટ સ્ક્રીન પર જઇને તે વ્યક્તિની ચેટ પર જઇને ક્લિક કરો હોલ્ડ કરવી પડશે. જેની ચેટને હાઇડ કરવા માંગો છો ત્યાર બાદ યૂજર્સને ઉપર તરફ એક આર્કાઇવ દેખાશે. જેને પસંદ કરવાનું છે. તે બાદ તમારી ચેટ દેખાશે નહીં.
જેના માટે યૂજર્સ સૌથી પહેલા ચેટ સ્ક્રીન પર જઇને સ્ક્રોલ કરવાનું હશે અને ત્યાર બાદ યૂજર્સને આર્કાઇવ ચેટ દેખાશે. આ ચેટ પર ક્લિક કરીને આ ચેટને અનઆર્કાઇવ કરી શકો છો.
જેના માટે યૂજર્સને સૌથી પહેલા વોટ્સએપ પર જઇને ચેટ ઓપન કરવી પડશે. તે બાદ ચેટ હિસ્ટ્રીને ઓપન કરવાની હશે. ત્યાર બાદ યૂજર્સને દરેક ચેટને આર્કાઇવ કરવાનું ઓપ્શન જોવા મળશે. જેની પર ક્લિક કરીને દરેક ચેટ આર્કાઇવ થઇ જશે.
પરંતુ આ આર્કાઇવ મોડમાં એખ મોટી ખામી છે. જો તમે કોઇપણ ચેટને આર્કાઇવ કરો છો તો નવો મેસજ આવે છે તો દરેક આર્કાઇવ થયેલા મેસેજ આપોઆપ આનઆર્કાઇવ થઇ જાય છે.