કાશ્મીર સહિત હિમાચલમાં ભારે હિમવર્ષા, લદાખમાં તાપમાન માઇનસ 12.4 ડિગ્રીએ પહોંચ્યું
હિમાચલ, કાશ્મીર અને ઉત્તરાખંડમાં આવનારા ચાર દિવસો સુધી ભારે હિમવર્ષા થઈ શકે છે. ત્રણેય રાજ્યોમાં હિમપ્રકોપના પણ અણસાર છે. હવામાન વિભાગ પ્રમાણે, જમ્મુ-કાશ્મીરમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સ સક્રિય થયું છે. આ સપ્તાહમાં એક પછી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થઈ રહ્યા છે. જેને જોતા આવનારા બે દિવસોમાં મેદાની વિસ્તારોમાં ઠંડી વધવાનાં અણસાર છે. આ ઉપરાંત ધુમ્મસને કારણે દિલ્હી એરપોર્ટ પણ 2 કલાક સુધી ઠપ થયુ હતુ.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ જમ્મુ-કાશ્મીરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. આ અઠવાડિયામાં એક પછી એક ઘણાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી રહ્યાં છે. આગામી ચાર દિવસો સુધી કાશ્મીર, હિમાચલ, અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા જોવા થઈ શકે છે. કાશ્મીરમાં જોજિલા, સોનમર્ગ, દ્રાસ, કારગિલ , લેહ અને ઉત્તર કાશ્મીરમાં આવનારા 48 કલાક સુધી હવામાન વિભાગમાં તોફાનની ચેતવણી અપાઈ રહી છે. હિમાચલ પ્રદેશમાં શિમલા, ધર્મશાળા, બિલાસપુર, લાહોલ-સ્પીતિ રોહતાંગ જેવા પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થાવાનાં અણસાર છે. ઉત્તરાખંડમાં બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી,ગંગોત્રી સહિત ઉત્તરનાં વિસ્તારોમાં ખાસ કરીને ઊંચાઈ વાળા વિસ્તારોમાં હિમવર્ષા થવાની શક્યતાઓ છે.
પ્રવાસી સ્થળ ગુલમર્ગમાં સવારે 8.8 મિમી અને કુપવાડામાં 7.4 મિમી હિમવર્ષા થઈ હતી. જેના કારણે શ્રીનગરનો પારો 4.2 ડિગ્રી ગગડીને શૂન્ય ડિગ્રી પહોંચી ગયો હતો. કારગિલમાં પારો માઈનસ 17 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. લદાખમાં તાપમાન માઈનસ 12.4 ડિગ્રી રહ્યું હતુ. ઓડિશામાં પણ 10 જગ્યાએ તાપમાન 10 ડિગ્રીથી ઓછું નોંધાયુ હતુ. તેલંગાણામાં ઓરેન્જ અને આંધ્રપ્રદેશમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતુ.