World
‘હાર્દિક અભિનંદન મારા મિત્ર…’, PM મોદીએ ટ્રમ્પની જીત પર આ રીતે પાઠવ્યા અભિનંદન
ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં પ્રચંડ જીતથી જીત્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે અને સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ X પર લખ્યું, મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ હાર્દિક અભિનંદન.
જેમ તમે તમારા પાછલા કાર્યકાળની સફળતાઓને આગળ વહન કરી રહ્યા છો. હું ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે અમારા સહકારને નવીકરણ કરવા આતુર છું. ચાલો આપણે આપણા લોકોની સુખાકારી માટે અને વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરીએ.