પીરિયડ્સના કારણે થાય છે સખત દુખાવો તો આ રહ્યા ઘરગથ્થુ ઉપચાર
પીરિયડ્સ દરમ્યાન થનારો દુખાવો પ્રોસ્ટાગ્લૈડિન, જે હોર્મોન્સ જેવી વસ્તુ ના કારણે થાય છે. પ્રોસ્ટાગ્લેડિંગના કારણે યુટરસ સંકોચાઇ જાય છે. જેથી દુખાવો થાય છે. પીરિયડ્સ દરમ્યાન થતા દુખાવાના કારણે આપણને કોઇ કામમાં મન લાગતું નથી. જેના કારણે આપણે આપણે તનાવમાં રહીએ છીએ. જેથી આજે અમે તમારા માટે કેટલાક એવા ઘરેલું નુસખાઓ લઇને આવ્યા છીએ. જેની મદદથી તમે આ દુખાવાથી આરામ મેળવી શકો છો.
ગરમ પાણીની બોટલ
આપણામાંથી જે કોઇએ પણ પીરિયડ્સ દરમ્યાન પેટ પર ગરમ પાણીની બોટલ રાખી હશે, તે લોકોને ખબર હશે કે હળવી ગરમાશથી પીરિયડ્સના દુખાવાથી આરામ મળે છે. આવું એટલા માટે થાય છે, કારણકે ગરમી યુટરસની સંકોચાયેલી માંસપેશીઓને રિલેક્સ કરે છે. પીરિયડ્સના દિવસોમાં પેટને ગરમી પહોંચાડવા માટે કેટલાક પ્રકારના હીટિંગ પેડ્સ બજારમાં ઉપલબ્ધ હોય છે.
આદુ
આદુમાં દુખાવાને ઓછો કરવાના ગુણ રહેલા છે. આદુ શરીરમાં પ્રોસ્ટાગ્લેડિંગના સ્તરને ઘટાડે છે. જેથી કેમોમાઇલ ટીમાં તમે આદુ મિક્સ કરીને પી શકો છે. કેમોમાઇલમાં પણ દુખાવો ઓછો કરવાની ક્ષમતા હોય છે.
વરિયાળી
દરેક ઘરમાં વરિયાળી સહેલાઇથી ઉપલબ્ધ હોય છે. વરિયાળીમાં એન્ટીસ્પેજ્મેડિક અને એન્ટીઇફ્લેમેટરી ગુણ હોય છે. જેના કારણથી ક્રેમ્પસ અને દુખાવામાં આરામ મળે છે. તો જ્યારે પણ દુખાવો થાય તો તમે વરિયાળી ચાવી લો. તે સિવાય તમે પાણીમાં વરિયાળી ઉકાળીને પી લો.