વજન ઓછું થવાની સાથે કબજિયાતની સમસ્યા થશે દૂર, કરો પેટની માલિશ
અવાર નવાર કેટલીક વખત આપણને ખાણી પીણીના બદલાવને કારણે પેટમાં બળતરા કે દુખાવો થવા લાગે છે. કેટલીક વખત આપણે ડોક્ટરની દવા પણ લાવીએ છીએ પરંતુ કોઇ ફેર પડતો નથી. પરંતુ કેટલીક વખત પેટની માલિશ કરવાથી શરીરને અનેક જાતના ફાયદાઓ થાય છે. તો જાણી લો તમે પણ આજે પેટની માલિશ કરવાથી કઇ બીમારીઓ થાય છે દૂર…
વજન ઘટાડો
પેટ પર માલિશ કરવાથી પાચનક્રિયા ઝડપી બને છે. જે લોકો પેટની ચરબી ઓછી કરવા માંગે છે પરંતુ કોઇ ફાયદો થતો નથી તેવા લોકોને આનાથી ફાયદો થશે.
પેટ ફૂલવાની સમસ્યા
ખોરાક સારી રીતે ન પચવાને કારણે પેટ ફૂલવા અને ગેસની સમસ્યા થાય છે. પેટની માલિશ કરવાથી પેટનો ગેસ નીકળી જાય છે.
કબજીયાતથી છુટકારો
કબજીયાત અને પેટના દુખાવાથી છુટકારો મળે છે. પેટ પર મસાજ કરવાથી માંસપેશિયોમાં ગરમી ઉત્પન્ન થાય છે જેને કારણે તમને આરામ મળશે.
તણાવ અને ચિંતાથી છુટકારો
માલિશથી મગજ શાંત થઇ જાય છે અને તણાવ ઓછો થાય છે. જેના કારણે મગજને આરામ મળે છે.
પેટના રોગોથી મુક્તી
નિયમિત રીતે પેટની માલિશ કરવાથી તમને કોઇ પેટની બિમારી થશે નહી. પેટ ફુલવું, પેટનો દુખાવો, ગેસ વગેરેમાં રાહત મળે છે