ચહેરામાં લાવી છે ચમક તો ખાઓ આ 1 કઠોળ
રાજમા એક ઉત્તર ભારતમાં ખુબજ પ્રખ્યાત વાનગી છે. આ શાકાહારી વાનગી લાલ મરૂન રંગના મોટા ચોળામાંથી ઘટ્ટ રસાદાર તથા અનેક જાતના ભારતીય મસાલાઓ વાપરી બનાવવામાં આવે છે. આ વાનગી સામાન્ય રીતે ભાત સાથે પીરસવામાં આવે છે. તેમા મેગ્નેશ્યિમ, કાર્બોહાઇડ્રેટ, ફોસ્ફરસ, વિટામિન બી-9, આર્યન અને કેટલાક જરૂરી પોષક તત્વ ભરપૂર પ્રમાણમાં રહેલા છે. રાજમાને કિડની બીન્સના નામથી પણ ઓળખવામાં આવે છે. ભારત સહિત દુનિયામાં ખાસ કરીને રાજમા ખાવામા આવે છે. તે સિવાય મેક્સિકન ફૂડમાં પણ રાજમા મુખ્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શુ તમે જાણો છો કે રાજમા ત્વચા માટે પણ ખૂબ ઉપયોગી છે. આજે અમે તમને રાજમાના કેટલાક ગુણ જણાવીશુ જે ત્વચા માટે ખૂબ અસરકારક છે.
વિટામિન સી
રાજમામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં રહેલા છે. જે અર્થરાઇટિસ અને વાળ માટે ફાયદાકારક છે. તે સિવાય ત્વચા માટે પણ ઉપયોગી સાબિત થયા છે. તેને ખાવાથી શરીરના ટોક્સિન્સ દૂર થાય છે અને ત્વચામાં ચમક આવે છે.
એન્ટી એજિંગ
આજકાલ ખાણીપીણીના કારણે લોકોના ચહેરા પર ઉંમર પહેલા વૃદ્ધ નજર આવવા લાગે છે. પરંતુ રાજમામાં રહેલા એન્ટી-એજિંગ ગુણ આ સમસ્યાથી છૂટકારો અપાવવાનું કામ કરે છે. રાજમામાં ભરપૂર પ્રમાણમાં એન્ટી ઓક્સીડેન્ટ્સ રહેલા છે. જે ફ્રી રેડિકલથી બચાવવાની સાથે ઉંમર વધવાની ગતિને ઓછી કરે છે અને પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
જિંક
રાજમામાં જિંક પૂરતા પ્રમાણમાં રહેલા છે. જેનાથી હેલ્થની સાથે-સાથે ત્વચા માટે પણ ખૂબ ઉપયોગી છે. રાજમા ડેડ સ્કિનને દૂર કરવાનું કામ કરે છે. જે ડેમેજ ત્વચાને રિપેર કરવાનું કામ કરે છે. તે સિવાય જિંક આંખો અને વાળ માટે પણ ખૂબ લાભદાયક હોય છે.