અમદાવાદના હર્ષ મહેતાએ સમગ્ર ગુજરાતમાં CATમાં હાંસલ કર્યો પ્રથમ ક્રમાંક
આઇઆઇએમ સહીત ની દેશની ટોચની મેનેજમેન્ટ ઉચ્ચ સંસ્થાઓ માં પ્રવેશ માટે લેવાતી કોમન એડમિશન ટેસ્ટ (CAT) ની પરીક્ષા નું પરિણામ જાહેર જાહેર થયું જેમાં અમદાવાદના હર્ષ મેહતા એ 99.98 પર્સેન્ટાઇલ સમગ્ર ગુજરાતમાં પહેલો ક્રમાંક હાંસલ કર્યો છે અમદાવાદના 26 વિદ્યાર્થીઓ એ 99 કરતા વધુ પર્સેન્ટાઇલ મેળવી શહેરનું નામ રોશન કર્યું છે. જ્યારે ગુજરાત ના આશરે 40 વિધાર્થીઓ સફળ થયા હોવાનો અંદાજ છે. જેમાં ટાઈમ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ના 10 વિધાર્થીઓ નો સમાવેશ થાય છે જેમને 90 ટકાથી વધુ પર્સેન્ટાઇલ મેળવ્યા છે. હર્ષ મેહતા- 99.98 પર્સેન્ટાઇલ, પાર્થય શાહ 99.87 પર્સેન્ટાઇલ, અક્ષય ખત્રી – 99.83 પર્સેન્ટાઇલ, વિશાલ અગ્રવાલ – 99.63 પર્સેન્ટાઇલ અને સ્વરીના જૈન – 99.05 પર્સેન્ટાઇલ હાંસલ કરેલ છે.
99.98 પર્સેન્ટાઇલ ગુજરાતના ટોપર હર્ષ મેહતાએ એરોસ્પેસ એન્જીનીયરીંગમાં બી ટેક કર્યું છે જે હાલમાં ઈસરો ખાતે કાર્ય કરે છે તેનો જણાવ્યું કે “હું હાલમાં કામ કરું છું અને તેથી અભ્યાસ કરવા માટેનો ખૂબ જ મર્યાદિત સમય છે. મેં મારી નોકરી પછી સાંજે 7 થી 9 બેચમાં સમય નોંધાવ્યો હતો.ટાઈમ એજ્યુકેશન ખાતે ના ફેકલ્ટી ખુબજ સરસ છે જેમણે અમને દરેક સમયે અમારા પ્રશ્નો ના નિરાકરણ માં ખુબજ મદદ કરી છે.ઓલ ઇન્ડિયા મોક્સ પરીક્ષાઓ આપ્યા પછી મને સમજાયું કે હું ક્યાં ઉભો છું. ટાઈમ દ્વારા પૂરા પાડવામાં આવેલા વિગતવાર વિશ્લેષણથી મને એવા વિષયો શોધવા માટે મદદ મળી જેમાં હું મજબૂત અને નબળો હતો, જેના દ્વારા હું મારા નબળા મુદ્દાઓ પર કામ કરી શક્યો અને પરીક્ષામાં મારા સશક્ત વિષયોનો પણ પ્રયાસ કરી શક્યો.હું આઇઆઇએમ કોલકાતા માં જવા માંગુ છું અને સ્પેસ સેક્ટર માં મારુ કરિયર બનાવવા માંગુ છું કેમકે આ ફિલ્ડ માં જવા વાળા લોકો ખુબજ નહિવત છે.
ટાઈમ એજ્યુકેશન અમદાવાદમાં ડિરેક્ટર અજય સાહું એ જણાવ્યું કે “અમારી સંસ્થા કેટ અને એમબીએ માટે ઉચ્ચ કક્ષા ની ટ્રેનિંગ પુરી પાડે છે. ટોચની બી-સ્કૂલમાં જવાની તૈયારી કરવા માટે અમારી સંસ્થા માં બાળકો ને દરેક પ્રકાર નું જ્ઞાન મળી રહે તેની અમે ખાતરી રાખીએ છીએ. દર વર્ષે હજારો એમબીએ ઉમેદવારો માટે કેટ (CAT) માટેનો વર્ગખંડ કાર્યક્રમ સૌથી વધુ પસંદગીનો વિકલ્પ છે.અમે બાળકો ને ઇન્ડિવિજ્યુઅલ તેમની નબળાઈ પર ધ્યાન કેન્દ્રિત કરીને એ દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ જેથી બાળકો વધુ માં વધુ સારું રિજલ્ટ લાવી શકે.