ગુજરાત

પોરબંદર કે અમરેલી સીટથી લોકસભા ચૂંટણી લડી શકે છે હાર્દિક પટેલ

લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પાટીદાર યુવાન નેતા હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડશે. ઉત્તર પ્રદેશમાં લખનઉથી સભાને સંબોધન કર્યાં બાદ નિવેદનમાં લોકસભાની ચૂંટણી લડવાનું જણાવ્યું હતું.

થોડા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી કે હાર્દિક પટેલ ગુજરાતની રાજનીતિમાં સક્રિચ ભાગ ભજવશે પરંતુ આજે તે વાતને સમર્થન મળી ગયું છે. હાર્દિક પટેલ સૌરાષ્ટ્રની અમરેલી અને પોરબંદર સીટ પરથી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. અમરેલી એ ગુજરાતમાં સૌથી વધુ પટેલ વસ્તી ધરાવતો જિલ્લો છે.

કોંગ્રેસનાં ધારાસભ્ય લલિત વસોયા દિલ્હીમાં હાઈકમાન્ડને મળીને ગઈકાલે પરત ફર્યા હતાં. તેમણ કહ્યું હતું કે, હાર્દિક ગુજરાતનો ઉભરતો નેતા છે તેને રાજકારણમાં જોડાવવું જોઈએ. મારી ઈચ્છા છે કે હાર્દિક ચૂંટણી લડે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button