મનોરંજન

પિતા-પુત્રની વાર્તા પર આધારિત ‘ચાલ જીવી લઇયે’ ગુજરાતી ફિલ્મ આજથી સમગ્ર ગુજરાતમાં થઈ રિલીઝ

 

કોકોનટ મોશન પિક્ચર્સ જે બધા ને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ તરફ દોરી જાય છે, તે ગુજરાતના સુપરસ્ટાર સિદ્ધાર્થ રાંદેરિયા, યશ સોની અને આરોહી પટેલ અભિનીત રોડ- ટ્રીપ આધારિત ફિલ્મ ‘ચાલ જીવી લઇયે’ લઈને આવી રહ્યું છે.કોકોનટ મોશન પિક્ચર્સ અગાઉ ‘બેસ્ટ ઓફ લક લાલુ ‘ અને ‘મિડનાઈટ વિથ મેન્કા’ જેવી સફળ ગુજરાતી ફિલ્મો દર્શકો ને આપી ચૂક્યું છે ત્યારે અમેં હંમેશાં સારી ગુજરાતી સિનેમાની ફિલ્મો આપ સુધી પહોંચાડવા તત્પર છીએ.

ફરીથી, કોકોનટ મોશન પિકચર્સ તેના પોતાના વર્ગ સાથે એક સુપર-હિટ ફિલ્મ લઈને આવી રહ્યું છે “ચાલ જીવી લઈએ “એ એક પિતા-પુત્રની વાર્તા છે જે વર્કહોલિક અસ્તિત્વથી બચવા માટે અનપ્લાઇડ મુસાફરી કરી રહ્યા છે. આ આ પિતા પુત્ર ની જોડી,આદિત્ય પરીખ નો રોલ રખ્યાત અભિનેતા યશ સોની દ્વારા ભજવવામાં આવી રહ્યો છે જ્યારે તેમના પિતા બિપિન ચંદ્ર પરીખનો પાત્ર ગુજરાતી સુપરસ્ટાર સિદ્ધાર્થ રાંદેરીયા દ્વારા ભજવવામાં આવી રહ્યો છે. આ જોડી, જીવનનો અર્થ શોધે છે ત્યારે તેઓ કેટકી નામની અજાણી રવાસીને મળે છે, જે પાત્ર બબલી અને નટખટ આરોહી પટેલ દ્વારા ભજવવામાં આવી રહ્યું છે. તેમને આશ્ચર્ય અને રિયાલિસ્ટિક અને મનોરંજનભરી મુસાફરી પર લઈ જશે.

https://www.youtube.com/watch?v=0Q53GVOwyfc&feature=youtu.be

રખ્યાત ડાયરેક્ટર “વિપુલ મહેતા”ના ડાયરેક્શનમ સાથે રખ્યાત મ્યુઝિક ડિરેક્ટર ડ્‌યૂઓ “સચિન-જિગર” દ્વારા ‘ચાંદને કહો’ અને ‘પા પા પગલી’ જેવા પિતા પુત્ર ના સબંધ પર આધારિત ગીતો જાણીતા બાલીવુડ ગાયક સોનુ નિગમેં ગાયા છે. આ ફન પેક એન્ટરટેઇન્મેન્ટ ફિલ્મ જે રેમ, હાસ્ય અને એકતા દર્શાવે છે તે રશમિન મજીથિયા દ્વારા કોકોનટ મોશન પિક્ચર્સના બેનર હેઠળ બનાવવામાં આવી છે.

ફિલ્મ ના નિર્માતા, રશ્મિન મજીથિયા કહે છે, “આ ફિલ્મ એ મનોરંજન, રમૂજ અને રોમાંસનું સંપૂર્ણ પેકેજ છે. આ એક રોજેક્ટ છે જે ઉદ્યોગમાં સૌથી શ્રેષ્ઠ આસ્ટ્‌ર્સ સાથે કામ કરે છે. બાલીવુડમા ખ્યાતિ ધરાવતા મ્યુઝિક ડાયરેક્ટર સચિન-જિગર, રતિષ્ઠિત દિગ્દર્શક વિપુલ મહેતા અને ગુજરાતી ફિલ્મો ના સુપર સ્ટાર્સ સિદ્ધાર્થ રાંદેરિયા, યશ સોની અને આરોહી પટેલ, ફિલ્મ ના ક્રેડિટ્‌સને શણગારે છે. “ફિલ્મનું શૂટિંગ રેનક્સ, સાહસ અને ઉત્સાહથી ભરેલું હતું. અભિનેતાઓ આ આનંદને સ્ક્રીન્સમાં લઈ જાય છે અને તેમની ઝળહળતી અદાકારી રેક્ષકોને ખૂબ હસાવશે અને દરેક દ્રશ્યમાં તાળીઓ નો ગડગડાટ થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button