ગુજરાત વિધાનસભાનો ત્રીજો દિવસ બન્યો હંગામી, કોંગ્રેસ-બીજેપીએ કર્યા પરસ્પર આક્ષેપો
ગુજરાત વિધાનસભાનું 5 દિવસીય સત્ર શરૂ થઈ ગયું બીજેપી અને કોંગ્રેસ સતત એકબીજાને સદન માં ઘેરવાનો પ્રયત્ન કર્યો છે આને આજે 3 દિવસે સદન જોરદાર હોબળા વાળું થયું જેમાં સદન મધ્યહન પછી હોબળાના કારણે બે વાર મુલતવી રાખવું પડ્યું જેમ કોંગ્રેસ ના વિરોધ પક્ષના નેતા પરેશ ધાણાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી માં વપરાયેલ લોખડ વિશે એમની ચર્ચા દ્વારા ભંગારનો ભૂકો એવો શબ્દ બોલ્યા હતા અને આ મુદ્દે બીજેપી એ મુદ્દો બનાવી સતત કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા અને આ મુદ્દે બને પક્ષ ના ધારાસભ્યો હોબાળો મચાવી સૂત્રોચ્ચાર સાથે વોલ માં ધસી આવ્યા અને સદન મુલતવી રખાયું .
સદન મુલતવી થતા જ સરદારના નામે બને પક્ષના નેતા એ વન બાય વન પ્રેસવાર્તા યોજી એકબીજા ઉપર આક્ષેપ પ્રતિઆક્ષેપ કર્યા હતા અને રાજનીતિ કરી પહેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પ્રેસ યોજી કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહયું આજે વિશ્વ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને મોસ્ટ પાવરફુલ પ્લેસીસ અને 8 મી અજાયબી તરીકે સામેલ કર્યું છે પણ કોંગ્રેસ એકજ પરિવારને સારું લગાડવા માટે આજે સદનમાં એમનું અપમાન કર્યું . એમને સરદાર સાથે સતત અન્યાય કર્યા અને આજે પણ સરદારની પ્રતિમા બની એ કોંગ્રેસ અને ગાંધી પરિવાર ને ગમતું નથી.
ગુજરાતૉના ગૌરવ એવા વલ્લભ ભાઈ પટેલને હમેશ માટે હાંશિયામાં રાખ્યા. સમગ્ર ગુજરાતમાંથી અને ભારત ના ખેડૂતો ના ઓજારો ઉઘરાવી અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ કર્યું છે .આ સિવાય રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે કોંગ્રેસ દ્વારા હમેશ માટે એક પરિવારને ખુશામત કરવા માટે એમની સાથે અન્યાય કર્યો અને એમને અમારી સરકાર આવ્યા પછી એમને કોષયલ ને ઓળખી ભારત રત્ન આપવમાં આવ્યું.
https://www.youtube.com/watch?v=n3LDVVS9wx4&feature=youtu.be
પરેશ ધાણાનીએ આજે કોંગ્રેસના યુવરાજને ખુશ કરવા માટે સતત 3 વાર ભંગાર શબ્દો ઉપયોગ કરી સરદાર વલ્લભભાઈનું અપમાન કર્યું છે. આ સિવાય કોંગ્રેસ નેતા પરેશ ધાણાનીએ કહ્યું કે બીજેપી રાજકીય રોટલા શેકવા માટે સરદાર પટેલનો ઉપયોગ કરી રહી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના વેબસાઈટ ઉપર પણ લખ્યું છે.હું તો બીજેપીના નરેન્દ્રભાઈએ સમય જે કહ્યું હતું એજ રિપીટ કર્યું પણ બીજેપી પોતાની ભૂલો સ્વીકારતી નથી અને મને માફી માંગવાનું કહે છે હું સરદાર પટેલનું સમ્માન કરું છું અમે એમના વંશજ છીએ. આજે રાજ્કીય લાભ લેવા માટે સરદાર પ્રત્યે ખોટી રાજનીતિ કરી ચૂંટણી લક્ષી લાભ લેવા માંગે છે.