સુરત-ભાવનગરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, કેન્દ્રબિંદ સુરતથી 20 કિમી દૂર નોંધાયું
સુરત અને આજબાજુના વિસ્તારમાં રાત્રે 8.45 કલાકે ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. રિક્ટર સેલ પર 3.5નો આંચકો નોધાયો હતો. ભૂકંપનું એપી સેન્ટર સુરતથી 20 કિલોમીટર દૂર નોધાયું હતું. સુરતના ધરતીકંપના આંચકાની અસર ભાવનગરમાં પણ જોવા મળી હતી.
સુરતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સુરતથી ભૂકંપનું કેન્દ્રબિદું 20 કિલોમીટર દૂર નોંધાયું છે. આ સિવાય ભાવનગર વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુંભવાયા છે. ભૂકંપનું એપી સેન્ટર સુરતથી 20 કિમી દૂર ઓલપાડના તેના ગામ પાસે હોવાનું જાણવા મળ્યું છે.
ભૂકંપની તીવ્રતા 3.5 રિક્ટર સ્કેલ નોંધવામાં આવી છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, નવસારી અને સુરતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા લોકોએ અનુભવ કર્યા છે. સુરત ઉપરાંત નવસારી અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા. ખાસ કરીને આ આંચકા દરિયાઈપટ્ટી વિસ્તારમાં આવ્યા હતા.