પ્રાંતિજ: ક્રિસ્ટલપબ્લિક સ્કુલ ખાતે સ્પોર્ટસ ડે ની ઉજવણી કરાઇ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ક્રિસ્ટલ પબ્લિક સ્કુલ ખાતે સ્કુલ દ્વારા સ્પોર્ટસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ૩૭૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો .
પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ ઉપર આવેલ ક્રિસ્ટલ પબ્લિક સ્કુલ ખાતે સ્કુલ દ્વારા સ્પોર્ટસ ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્કુલ ના મેદાનમાં પી.ટી. ટીર્ચર પ્રફુલભાઇ પટેલ દ્વારા વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લીંબુ ચમચી , સંગીત ખુરશી , લાંબી દોડ , ટુંકી દોડ , સહિત ની વિવિધ રમતો યોજાઇ હતી તો ઉપસ્થિત મહેમાનોએ પણ લીંબુ ચમચી ની સ્પર્ધા મા ભાગ લઇને બાળપણ ની યાદ તાજી કરી હતી તો આ પ્રસંગે કરાટે ના ટીર્ચર હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ દ્વારા કરાટે નો ડેમો તૈયાર કરવામાં આવ્યો હતો.
[youtube height=”250″ width=”500″ align=”none”]https://www.youtube.com/watch?v=Lz-Z5isC0RM&feature=youtu.be[/youtube]
કિસ્ટલ પબ્લિક સ્કુલ માં અભ્યાસ કરતાં ૩૭૫ જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ રમતો માં ભાગ લીધો હતો જેમાં ૧થી૩ નંબર અને વિજય થયેલ વિદ્યાર્થીઓને આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો ના હસ્તે મેડલ આપી ને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.
તો આ પ્રસંગે પોગલુ મહંત શ્રી સુનીલદાસજી મહારાજ , નગર પાલિકા ઉપપ્રમુખ નયનભાઇ દેસાઇ , નગરપાલિકા આરોગ્ય સમીતિ ના ચેરમેન રાજેશભાઇ ટેકવાણી , ટ્રસ્ટી મુકેશભાઇ પટેલ , પ્રિન્સીપાલ ભાવિનીબેન શાહ , દર્ક્ષીલભાઇ દેસાઇ , સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.