ખેડામાં સીરપ કાંડ બાદ જાગી ગુજરાતની પોલીસ, મહેસાણા, અમરેલી અને મોરબીમાંથી ઝડપાયો સીરપનો જથ્થો
ગુજરાત રાજ્યમાં ખેડામાં સીરપ કાંડ બાદ રાજ્યની પોલીસ સફાળી જાગી હતી. રાજ્યના અનેક શહેરોમાં પોલીસ દ્ધારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મહેસાણામાંથી નશીલી સીરપનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ખેડામાં બનેલી ઘટના બાદ મહેસાણા જિલ્લા પોલીસ એકશન એક્શનમાં આવી હતી.
એસ.ઓ.જી પોલીસની ટીમે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સીરપ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. ગુજરાત ડેરી નામના પાર્લરમાં થી નશીલી સીરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે 2313 બોટર સીરપનો જથ્થો જપ્ત કર્યો હતો જેની કિંમત 3,46,950 રૂપિયા થાય છે. મહેસાણા પોલીસે વિવિધ પાર્લર પર દરોડા પાડી નશીલી સીરપનો જથ્થો જપ્ત કર્યો હતો.
તે સિવાય સીરપ મામલે મોરબી તાલુકા પોલીસની કાર્યવાહી કરી હતી. મોરબીના પીપળી રોડ પર ઓમ કોમ્પલેક્ષમાં દરોડા પાડ્યા હતા. શિવ કિરાણા સ્ટોરમાંથી આયુર્વેદિક સીરપ જપ્ત કરવામાં આવી હતી. પોલીસે 80 બોટલ આયુર્વેદિક સિરપનો જથ્થો જપ્ત કર્યો હતો. આ બોટલની કિંમત અંદાજે 12 હજાર રૂપિયા થાય છે. પોલીસે દુકાનદાર મહેશ દામજી ચૌહાણ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.