ગુજરાત
મહેસાણા: આઇસર ટ્રક રોકી કડી નજીક કરાઇ લાખોની લૂંટ
રાજ્યમાં અવાર નવાર ચોરી, લૂંટફાટ, તેમજ મારામારીની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે મહેસાણાના કડી નજીક રૂ.20.51 લાખની લૂંટની ઘટના સામે આવી છે. કપાસ વેચવા આવેલા એમપીના વેપારી સાથે લૂંટ કરવામાં આવી છે.
કડીમાં ભવ્ય બ્રોકર્સને ત્યાંથી 20.51 લાખ લઈ નીકળ્યા હતા. તે દરમ્યાન કડી થોળ રોડ ઉપર કેનાલ પાસે આ લૂંટની ઘટના બની હતી. બાઇક પર સવાર શખ્સો દ્વારા આ લૂંટ કરવામાં આવી હતી. આ શખ્સો દ્વારા આઇસર ટ્રકમાં વેપારીને રોકીને લૂંટ કરી હતી.
લૂંટની ઘટનામાં 6 થી 7 શખ્સોએ લૂંટ ચલાવી હતી. આ ઘટનાને લઇને મહેસાણા sp, dysp,Lcb ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જોકે આ મામલે કડી પોલીસે નાકાબંધી કરી તપાસ વધુ તપાસ હાથ ધરી છે અને શખ્સોને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.