જસદણ પેટા ચૂંટણી: બાવળિયાએ નાકીયાએ મતદાન કર્યું
આજે જસદણની પેટા ચૂંટણી છે. સવારે 8 વાગ્યાથી જ મતદાન શરૂ થઇ ગયું છે. તમામ મતદાન મથકો પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ અમરાપુરમાં પોતાના નિવાસસ્થાને ભગવાનની પૂજા કરી હતી. બાદમાં તેમની દીકરી ભાવનાબેને તિલક કરી કહ્યું હતું કે, આ વિજય તિલક છે સારી લીડથી જીત નોંધાવો. તેમજ 105 વર્ષની પોતાની માતા મણિબેનના આશિર્વાદ લીધા હતા અને મતદાન કર્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાએ છકડો રિક્ષા ચલાવી પોતાના ગામ આસલપુરમાં કુળદેવીના દર્શન કર્યા હતા. બાદમાં પરિવાર સાથે આસલપુરની પ્રાથમિક શાળામાં મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, આજનું મતદાન જસદણની જનતા માટે ઐતિહાસિક મતદાન હશે. જસદણ બેઠકમાં જીતનો રેકોર્ડ 21000 છે જે કુંવરજીભાઇ પોતે જ પોતાનો રેકોર્ડ તોડી 51000 મતથી જીતે તેવો દાવો કર્યો છે. આ ચૂંટણીમાં મુખ્ય સ્પર્ધા ભાજપના કુંવરજી બાવળીયા અને કોંગ્રેસના અવસર નાકીયા વચ્ચે છે. બાવળીયા હારે તો તેમની આખી રાજકીય કારકિર્દી ઉપર પાણી ફરી વળશે. જ્યારે અવસર નાકીયા માટે આ ચૂંટણી એક અવસર બની છે. બાવળીયા માટે હાર સર્વસ્વ ગુમાવવા જેવી તો નાકીયા માટે જીત જાયન્ટ કિલર જેવી બની રહેશે. આ પ્રતિષ્ઠાભર્યા અને ખરાખરીના જંગમાં આજે મતદાન થશે.
જસદણ બેઠક પર દિવ્યાંગ મતદારો માટે ખાસ બૂથ અને મહિલા મતદારો માટે મોડલ મતદાન મથક પણ આ ચૂંટણીમાં ઊભા કરાયા છે. કુલ મતદારોમાં 1,22,180 પુરૂષ, 109936 સ્ત્રી મતદાર