ગુજરાત

આર્થિક અનામત લાગુ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય, 8 લાખથી ઓછી આવક ધરાવનારને લાભ

કેન્દ્ર સરકારે જાહેર કર્યા બાદ આર્થિક અનામત લાગુ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ મહત્વના નિર્ણય લેવાયો હતો. કેબિનેટની બેઠકમાં તેની મંજૂરી આપી દેવામાં આવી છે. 10 ટકા આર્થિક અનામતમાં 33 ટકા મહિલા અનામત લાગુ કરાઈ છે. દર 10 નોકરીમાંથી મહિલાઓને 3.3 ટકાનો લાભ મળશે. યોગ્યતા 1978થી ગુજરાતમાં રહેતા હોવા જોઈએ.

નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, આર્થિક રીતે પછાત વર્ગના યુવાઓ-વિદ્યાર્થીઓને સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માટે કેન્દ્ર સરકારે 10 ટકા આર્થિક અનામત આપવાનો કાયદો બનાવ્યો છે. તે અન્વયે ગુજરાત સરકારે પણ સમગ્ર દેશમાં પ્રથમવાર આ કાયદાનો અમલ કરવાનો નિર્ણય કરીને વાર્ષિક રૂ.8 લાખથી ઓછી આવક ધરાવતા સવર્ણ સમાજના આર્થિક રીતે નબળા યુવાનોને 10 ટકા આર્થિક અનામતનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે.

https://www.youtube.com/watch?v=uf8tV-K0Dqs&feature=youtu.be

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં સામાજિક સમરસતા માટે આર્થિક અનામત આપવા માટેના જે ધારાધોરણો નક્કી કરાયાં છે, તે મુજબ ગુજરાતમાં પણ આર્થિક રીતે નબળા યુવાનોને સહાયરૂપ થવાં મંત્રીમંડળના સભ્યો, સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી આ મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં યોજાનાર વિવિધ ભરતી પ્રક્રિયામાં પણ હવેથી 10 ટકા આર્થિક અનામતની જોગવાઈ ઉમેરીને નિમણૂંકની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે. ગુજરાત સરકારની નોકરી કે શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માટે રૂ.8 લાખથી ઓછી આવકનું એક જ ધારાધોરણ જે નક્કી કર્યું છે તે લાગુ પડશે પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા થનાર ભરતી તેમજ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માટેના ધોરણો કેન્દ્ર સરકારે નક્કી કર્યા મુજબના રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button