Site icon Time News

ભારે વરસાદ વચ્ચે ગૃહમંત્રીને વતન ગુજરાતની ચિંતા, CMને ફોન કરી આપી તમામ મદદની ખાતરી

ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. રાજ્યમાં સર્જાયેલી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર વાતચીત કરી અને વરસાદ બાદની સ્થિતિની વિગતવાર માહિતી મેળવી હતી.

વિગતો મુજબ ટેલિફોનિક ચર્ચા દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદથી સર્જાયેલી અસર, બચાવ અને રાહત કામગીરી તેમજ વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહેલા પગલાં અંગે સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ રાજ્યમાં ચાલી રહેલી કામગીરી અને અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ વિશે કેન્દ્રીય ગૃહમંત્રીને માહિતગાર કર્યા હતા.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની સાથે સંપૂર્ણપણે ઉભી હોવાનું જણાવી જરૂરી તમામ સહાય અને સહયોગ આપવાની ખાતરી આપી હતી. સાથે જ પરિસ્થિતિ પર સતત નજર રાખવા અને જરૂરિયાત મુજબ તાત્કાલિક પગલાં લેવા પર પણ ભાર મૂક્યો હતો.

Exit mobile version