ST બસનો ડ્રાઇવર બન્યો બેકાબૂ, કરી એવી ઓવરટેક કે…
એસટી ડ્રાઇવરોની બેદરકારીને કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. છતા એસટી તંત્ર દ્વારા આવા બેદરકાર ડ્રાઇવર સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી પરિણામે કોઇને કોઇ દુર્ઘટના ઘટે છે.
ભાવનગર ડેપોની ભાવનગરથી ઉદેપુર જતી ગુર્જર નગરી બસ નંGJ-18-1438 ના ડ્રાઇવર ઉપેન્દ્ર જાડેજા અમદાવાદ શહેરમાં ગફલતભરી રીતે બસ ચલાવી ઇન ટાઇમ ન્યૂઝની ગાડીને અડફેટે લીધી હતી. જોકે, સદ્દનસીબે કોઇ જાનહાનિ થઇ નથી પરંતુ આ અંગે જ્યારે ડ્રાઇવરને રોકવામાં આવ્યો તો તેઓ પોતાની મૂંછોને તાવ દેતા કહે છે કે આ રીતે જ ચલાવાય, ત્યારે આ ભાઇ ચાર વર્ષથી ગાડી ચલાવે છે પરંતુ તેમને ખબર નથી કે ઓવર ટેક કઇ સાઇડથી કરાય.
શહેરી વિસ્તારમાં કેટલી સ્પીડમાં ચલાવાય. બસ ડ્રાઇવરની બેદરકારીના કારણે મોટી જાનહાનિ થતા રહી ગઇ છે. શુ તંત્ર આ અંગે પગલા લેશે કે નહી? શુ તંત્ર આા બસ ડ્રાઇવરોના પાપે નિર્દોષ નાગરિકોના ભોગ લેવાશે ત્યારે જાગશે.