ગુજરાત સરકારના મંત્રીની તબિયત લથડી, નાસ્તો કરતા સમયે વધી ગયું બીપી

રાજ્ય સરકારના મંત્રી ભીખુજી પરમારની તબિયત આજે વહેલી સવારે એકાએક લથડી જતા તેમને યુએન મહેતા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સવારે તેઓ પોતાના ઘરમાં ચા-નાસ્તો કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમનું બ્લડ પ્રેશર વધી ગયું હતું. તેમજ માથામાં દુખાવો ઉપડ્યો હતો. તેથી તેઓને યુએન મહેતામાં ચેકઅપ માટે લઈ જવાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે ગુજરાત રાજ્યના મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી લથડી હતી. છાતીમાં ગભરામણ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. મંત્રી ભીખુસિંહ પરમાર હાલ સારવાર હેઠળ છે. અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત સ્થિર હોવાની માહિતી મળી છે. ભીખુસિંહ પરમાર રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી છે.
તો બીજી તરફ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક ગાંધીનગરમાં શરૂ થઈ છે. લાંબા સમય બાદ કેબિનેટ બેઠક માં રાજ્ય સરકારના રાજ્ય મંત્રી પરુષોત્તમ સોલંકી બેઠકમાં હાજર રહ્યા છે. મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકી પણ લાંબી માંદગી બાદ હાલમાં જ ગાંધીનગર પહોચ્યા હતા. નાદુરસ્ત તબિયત અને અંગત કારણોસર તેઓ ગેરહાજર રહેતા હતા.

