ગાંધીનગર: વિકાસ રૂટ સેવા માટે તૈયાર કરાયેલી ST બસોનું કરાયું લોકાર્પણ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અમદાવાદ ગાંધીનગર માટે વિકાસ રૂટ સેવા માટે અહીંયાંજ તૈયાર થયેલી બસોનું લોકાર્પણ ગાંધીનગર એસ ટી ડેપો પથિકામાં કરવામાં આવ્યું છે. આ લોકાર્પણ વાહન વ્યવહાર મત્રી. આર સી ફળદુ તેમજ રાજ્ય કક્ષા ના મત્રી ઈશ્વર પટેલ અને કડીના ધારાસભ્ય કરશન ભાઈ સોલંકીની તથા ગાંધીનગર ના મેયર પ્રવીણ પટેલ ની ખાસ ઉપસ્થિતિમાં આ બસોનું લોકાપર્ણ કરવામાં આવ્યું છે.
અમદાવાદ ગાંધીનગર બસ સેવા 1971 થી ગાંધીનગરથી શરૂ કરવામા આવી હતી. આ સર્વિસમાં હાલ 121 શિડયુલ અને 41 હજાર કિમી 1008 ટ્રીપ 141 રૂટ તથા 153 પોઇન્ટ સર્વિસ હાલ ડે ટુ ડે ચાલી રહી છે. જોકે મંત્રી આર સી ફળદુ એ જણાવ્યું કે આજે ગાંધીનગર અમદાવાદ રૂટ માટે લોકો ના વાહનવ્યવહાર સરળ રીતે થાય માટે નવી બસો નું લોકપર્ણ કરવામાં આવ્યું છે. આજે 25 જેટલી બસો નું અધતન રીતે બનાવી લોકપર્ણ થયું છે. આમરી સંવેદનશીલ સરકારે રાજ્યના 18 હજાર થી વધારે ગામડા ઓમાં એસ ટી નિગ ની બસો રોજ સેવા આપી રહી છે.
https://www.youtube.com/watch?v=AyatxY_FjgA&feature=youtu.be
આમારી સરકારે ગુજરાત ની પ્રજા ની સુખાકારી માટે ખાસ ધ્યાન રાખી રહી છે. ગુજરાતની સાથે સાથે અન્ય રાજ્યોમાં પણ એસ ટી બસના રૂટ શરૂ થઈ રહયા છે. વોલ્વો બસની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે જે એકદમ અલગ અનુભવ કરાવશે.