ધ્રાંગધ્રા: ગેરકાયદેસર ખનન કરનાર ભુમાફીયા પર તંત્રની લાલ આંખ
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ની સીમ મા ઘણા વર્ષોથી ગેરકાયદેસર રેતીનું ખનન થતું હોવાની રાવ ઉઠવા પામી હતી ત્યારે ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર સહિતનો સ્ટાફે 6 ટ્રેક્ટર, એક ડમ્પર અને એક આઇસર ઝડપી પાડ્યું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ થી ઇસદ્રા ની સીમ મા ઘણા વર્ષો થી રેતીનું ગેરકાયદેસર ખનન થતું હોવાની અનેક વખત રજૂઆતો થઈ હતી પરંતુ તંત્ર જાણી જોઈને કોઈ જ કાર્યવાહી નહીં કરતાં આજે વહેલી સવારે તંત્ર હરકતમાં આવી મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર સહિતનો સ્ટાફ ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ઈસદ્રા અને રાજપર રોડ પર વોચ રાખી ગેરકાયદેસર પાસ પરમીટ વિના રેતીની હેરફેર કરતા 6 ટ્રેક્ટરોને ઝડપી પાડી ૧૦ લાખથી વધુના મુદ્દામાલને કબજે કર્યો હતો.
[youtube height=”250″ width=”500″ align=”none”]https://www.youtube.com/watch?v=CWwLTT3bXj8&feature=youtu.be[/youtube]
તંત્ર દ્વારા ઝડપાયેલા ટ્રેક્ટર બાદ ટ્રેક્ટર ચાલક દ્વારા હરીપર પાસેની કેનાલમાં પડી જઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે ત્યાંથી પોલીસ દ્વારા અટક કરી તેને પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો હાલ ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનન કરી સરકારની તિજોરીમાં લાખોનું નુકશાન થાય છે. ત્યારે હાલ તો આ ખનન પાછળ કેટલાય સરકારી બાબુઓના પણ નામ આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે? અને આ ખનન પાછળ કેટલાક પોલીસના માણસો પણ હપ્તા લેતા હોવાનું પણ ખુલ્લે તેવા વર્તુળો દેખાઈ રહ્યા છે? હાલ તો ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર દ્વારા ઝડપાયેલા આઠ ટ્રેક્ટર, એક ડમ્પર એક આઇસર ને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન સોંપી દઇ વધુ તપાસ હાથ ધરી છે.