ગુજરાત સી.એન.જી. દ્વારા મોકડ્રીલ એક્સર્સાઇઝનું આયોજન
જયારે કોઇપણ પ્રકારની દુર્ધટના સર્જાતી હોય છે ત્યારે કેવા પગલા લેવા જોઇએ ત્યારે એવા સમયે ગેસ અને પ્રેટ્રોલ જેવા જલદ પ્રવાહીનો સામનો કરવાનો થાય તો શું કરવું જોઇએ તે માટેની લીંબડી નેશનલ હાઇવે ઉપર બલદાણા નજીક ગુજરાત સી.એન.જી. દ્વારા મોકડ્રીલ એકસેસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું
સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી ચોટીલા હાઇવે ઉપર ગુજરાત સી.એન.જી. દ્વારા મોકડ્રીલ એકસેસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ મોકડ્રીલમાં હાબેહુબ તમામ પ્રકારના કેરેકટરો ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં નેશનલ હાઇવે ઉપર એક પેટ્રોલ ભરેલ ટેન્કર આવી રહયું છે ત્યારે આજ હાઇવે ઉપર એક સી.એન.જી. ગેસ પંપ આવેલ હોય છે અને આ પેટ્રોલ ભરેલ ટેન્કરના ડ્રાઇવરનું સ્ટેરીંગ પરનું કાબુ ગુમાવતા આ ટ્રક ડીવાઇડર ટપીને રોડની રોન્ગ સાઇડ આવી જાય છે અને આ ટ્રેન્કર માંથી પ્રેટ્રોલ લીકેજ થવા લાગે છે ત્યારે આ અકસ્માતથી આશરે ૩૦ મીટર દુર એક સી.એન.જી. ગેસ સ્ટેશન આવેલ છે અને ત્યારે આ ટ્રેન્કરમાં આગ ભભુકી ઉઠવાના દ્રષ્યો સર્જાય છે ત્યારે અ સમયે કેવા પ્રકારની કાળજી લેવી અને આગ કાબુ કરવી તેવા તમામ પ્રકારના કેરેકટરો ઉભાર કરી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
https://www.youtube.com/watch?v=WOynqt7ORCg&feature=youtu.be
આ મોકડ્રીલમાં લીંબડી અને વઢવાણ ફાયરફાઇટરની ટીમ, લીંબડી વઢવાણ પી.એસ.આઇ. મામલતદાર, કલેકટર કચેરી ટીમ , ૧૦૮ વાન, ગુજરાત સીએનજી. ગેસના અધિકારીઓ કર્મચારીઓ તેમજ અન્ય પોલીસ કાફલો આ સ્થળે હાજર રહી આ મોકડ્રીલને સફળ બનાવી હતી ત્યારે આ મોકડ્રીલ સમયે ખરેખર આવો એક ગંભીર અકસ્માત સર્જાયો હોય તેવું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું અને આ રીતે લોકોને એક શંદેસ ગુજરાત ગેસ દ્વરા આપવામાં આવ્યો હતો