ગુજરાત
સીએમ રૂપાણીએ 31 ડિસેમ્બરને લઇને પોલીસને આપી કડક સૂચના
લોકો નવા વર્ષની ઉજવણી કરવાની જોરશોરથી તૈયારી કરી રહ્યા છે. ત્યારે આ દરમિયાન રાજ્યમાં દારૂ અને અન્ય નશીલા પદાર્થોથી લોકો દૂર રહેવા તે માટે રાજ્યની પોલીસ સતર્ક છે. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે, “ગુજરાતમાં દારૂબંધી છે માટે કેસ થઈ રહ્યા છે. ગુજરાતમાં દારૂબંધી છે, અમે બુટલેગરો અને દારૂ પીનારાઓને ઝડપી રહ્યા છીએ.”
તો 31મી ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ન્યૂ યર દરમિયાન દારૂની રેલમછેલ ના થાય તેવું આયોજન કર્યું હોવાનું સીએમ રૂપાણીએ જણાવ્યું છે. સીએમ રૂપાણીએ કહ્યું કે, “31મી ડિસેમ્બરનાં રોજ લોકો દારૂની મહેફિલોનું આયોજન કરે તો તેને રોકવાની પોલીસને કડક સૂચના આપી છે.’