લોકસભાની ચૂંટણી પહેલા રાષ્ટ્રીય જનલોક પાર્ટી સાથે શેરસિંહ રાણા રાજકારણમાં થશે સક્રિય
રાજપૂત સમાજના અગ્રણી શેર સિંહ રાણાએ ગાંધીનગર ખાતે આવનારી લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવવા માટે નવી રાજકીય પાર્ટી સ્થાપવાની જાહેરાત કરી છે.લોકસભા ચૂંટણી આવતાજ પ્રજાના હીતને ધ્યાનમાં લઈ લોક સેવા કરતા વ્યક્તિ અને સંસ્થાઓ પોતાના સમાજ તેમજ વર્ગના હકો લઈ સરકાર સામે બાંયો ચડાવતા હોય છે. ત્યારે સમાજ અને વર્ગના હીત માટે નવી પાર્ટીની સ્થાપના કરતા હોય છે. એવામાં સવર્ણ વર્ગના હક અને અનામતનો મુદ્દો લઈ રાષ્ટ્રીય જનલોક પાર્ટીની સ્થાપના કરવામાં આવી છે. અનામતના મુદ્દાને લઈને આ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શેર સિંહ રાણા દ્વારા અખબાર ભવન ખાતે પ્રેસવાર્તા યોજી હતી.
તેમને જણાવ્યું કે અમારા સવર્ણ સમાજને થતા અન્યાય માટે 1 મહિના પહેલા આ પાર્ટીની સ્થાપના કરવામાં આવી છે. આઝાદીના ઇતિહાસથી આજ દિન સુધી આનમતના કારણે સવર્ણ યુવાનો સાથે અન્યાય થતો આવ્યો છે. સરકારી નોકરીના દાવેદારની આવડત હોવા છતાં પણ અણઆવડત વાળા લોકોને અનામત આધારે કોઈ IPS તેમજ IAS બની સરકારી નોકરી મેળવી લેતા હોય છે અને તેમના બાળકો પણ અનામતને આધારે યોગ્યતા વગર નોકરી મેળવી લેતા હોય છે.
https://www.youtube.com/watch?v=Wgb5hEnA3jo&feature=youtu.be
નરેન્દ્ર મોદી સરકારે સવર્ણ વર્ ને 10 ટકા અનામત આપી પણ હજુ પણ ક્યાંક ને કયાંક અન્યાય થઈ રહ્યો છે. રાજકીય લાભ ખાળવા કોંગ્રેસ દ્વારા 70 વર્ષ સુધી અનામત ચાલુ રાખી અને દેશના સવર્ણ યુવાનોને અન્યાય કર્યો .પણ હું મીડિયાના માદયમથી માંગ કરું છું કે આમરી ચૂંટણી ઢંઢેરામાં અનામતનો મુદ્દો ખાસ હશે કાતો અનામાત નાબૂદ કરો કાંતો બધા વર્ગ માટે સરખી રાખો. આવનાર સમયમાં અમે સર્વે કરી લોકસભા ચૂંટણીમાં ઝાપલાવીશું અને એ માહોલ જાણવા માટે જ આજે અમે ગાંધીનગરમાં આવ્યા છીએ.