ગુજરાત ATSએ મોસ્ટ વોન્ટેડ આતંકી વહાબ શેખને એરપોર્ટ પરથી પકડ્યો
દેશભરમાં ગોધરાકાંડ બાદ જેહાદી ષડયંત્રના નામે સોફ્ટ ટાર્ગેટ યુવકોને આતંકવાદમાં જોડવાના ષડયંત્રમાં સામેલ આંતકવાદીને અમદાવાદ ક્રાઇમબ્રાંચ અને એટીએસની ટીમે ઝડપી લીધો છે. આતંકી સંગઠનને આર્થિક મદદ સહિત સ્લિપર સેલ સાથે સંકળાયેલા યુસુફ અબ્દુલ વહાબ શેખ સાઉદી અરબના જેદ્દાહથી ભારત પરત ફરી રહ્યો હોવાની બાતમીના આધારે સુરક્ષા એજન્સીએ તેને ઝડપી લીધો હતો.
વહાબ શેખ પાકિસ્તાનની આઈએસઆઈ, લશ્કર એ તોયબા અને જૈસ એ મોહમદની મદદ કરીને જેહાદી ષડયંત્ર કરી હિન્દુ નેતાઓની હત્યા કરીને બદલો લઈ આતંક ફેલાવોના હતો. 2003માં 82 લોકો વિરૂધ્ધ ગુનો નોઁધાયો હતો. જેમાંથી 12થી વધારે આરોપીઓ ફરાર હતા જ્યારે કેટલાક વિદેશ ભાગવામાં સફળ રહ્યા હતા. ઉપરાંત હરેન પંડ્યા, જયદીપ પટેલ પર હુમલામાં સામેલ હતા. હરેન પંડ્યાની હત્યા બાદ વીએચપીના જયદીય પટેલ અને જગદીશ તિવારીને ગોળી મારી હતી પરંતુ જીવલેણ હુમલા છતાં બંનેનો જીવ બચી ગયો હતો.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, 2002માં ગુજરાતમાં થયેલા કોમી રમખાણો બાદ સંખ્યાબંધ લોકોને જેહાદના નામે પાકિસ્તાનમાં ચાલતા આતંકી કેમ્પમાં મોકલવા માટે ભારતમાં એક્ટિવ સ્લિપર સેલ દ્વારા મદદ કરવામાં આવતી હતી.
આવા સોફ્ટ ટાર્ગેટ લોકોને આતંકી પ્રવૃત્તિ સુધી પહોંચાડવા માટે આર્થિક મદદ કરનાર ગુજરાતના યુસુફ અબ્દુલ વહાબ શેખ 2003થી સાઉદી અરબ ફરાર થઇ ગયો હતો. ત્યાં તે અન્ય આતંકીઓના સંપર્કમાં કે કોઇ સંગઠનમાં આવ્યો હતો કે કેમ તેની વધુ વિગતો હવે સામે આવે તેવી તપાસ એજન્સીઓને આશા છે.