આદર્શ ક્રેડિટ કો.ઓ સોસાયટીમાં અરવલ્લીનાં લોકોનાં રૂ. ૧૮ કરોડ દાવ પર
આદર્શ ક્રેડિટ કો.ઓ સોસાયટીનું અબજોનું લોન કૌભાંડ બહાર આવતા મોડાસાની બ્રાન્ચમાં ગ્રાહકો રૂપિયા પરત મેળવા ઉમટ્યા હતા. ગ્રાહકોને તેમની થાપણો સામે અડધા રૂપિયાનું
એનીએફટી કરવામાં આવતું હોવાનું બ્રાન્ચ પરના કર્મચારીઓએ જણાવ્યું હતું. જીલ્લામાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મારે તેમ વધારે વ્યાજ મેળવવાના ચક્કરમાં અનેક એજન્ટો મારફતે ૧૮ કરોડ
જેટલી માતબર રકમ મોડાસાની આદર્શ ક્રેડિટ કો.ઓ. માં થાપણ તરીકે મૂકી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. થાપણદારોએ માથે ઓઢી રોવાનો વારો તો નહિ આવેને ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.
બીજી બાજુ એજન્ટો સબસલામત હોવાનું અને રાજકીય કિન્નાખોરીનો આદર્શ ક્રેડિટ કો.ઓ.સોસાયટી ભોગ બની હોવાનું જણાવી વિશ્વાસ સંપાદન કરી ગ્રાહકોના રોષને ઠંડો પડી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં
અનેક ઠગ ક્રેડિટ સોસાયટીઓ અને કંપનીઓની કાળી કરતૂતો બહાર આવી રહી છે. લોકોને રાષ્ટ્રીયકૃત બેંકો કરતા વધુ વ્યાજ આપવાની લાલચ અને એકના ડબલ કરવાની લાલચ આપી લૂંટી રહ્યા છે.
પર્લ્સ,એચવીએન અને અર્બુદા ક્રેડિટ સોસાયટીનું કરોડો રૂપિયાના ઉઠમણાં બાદ ગુજરાત ઉપરાંત રાજસ્થાન સહીત દેશના ઘણા વિસ્તારોમાં અસ્તિત્વ ધરાવતી આદર્શ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના
સ્થાપક મુકેશ મોદીએ ડમી ડિપોઝિટર્સના નામ દર્શાવી બિનહિસાબી આવકની ડિપોઝિટ તરીકે મુકાવી ક્રેડિટ સોસાયટીના ખોટા ચોપડા ઉભા કરી,ડિપોઝિટર્સને લોન લેનાર તરીકે ખપાવી, કંપનીઓને
થનારી આવકના અંદાજના આધારે સ્થાપકે અને સાથી ગ્રુપોને રૂ.૮૬૧૩ નું કરોડનું ધિરાણ આપી, તેમજ નજીવી શેરમૂડીથી એકજ સરનામું વાપરી કાગળ પર અનેક કંપનીઓ ઉભી કરી અબજો રૂપિયાનું
કૌભાંડ આચરવામાં આવતા કેન્દ્ર સરકારના સેન્ટ્રલ રજિસ્ટ્રારના આદેશ બાદ તપાસ સીઆઇડી ક્રાઈમે તપાસનો ધમધમાટ શરુ કરતા અને લોભામણી સ્કીમો ની લાલચમાં ફસાઈ ફિક્સ ડિપોઝિટો મુકનાર
લોકોએ પુરાવા સાથે હાજર રહેવાનાનું જણાવતા થાપણદારોના રૂપિયા ડૂબી જવાનો ભય પેદા થતા ભારે ચકચાર મચી છે.