
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની તપાસ પૂર્ણતાને આરે છે. આગામી 6 અઠવાડિયામાં તપાસ પૂરી થવાની શક્યતા છે. આ અંગે AAIBએ સુપ્રીમકોર્ટમાં સોગંદનામું દાખલ કર્યુ છે. જો કે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સંવેદનશીલ પુરાવા જાહેર કરાયા નથી.
અમદાવાદના પ્લેન ક્રેશ દુર્ઘટનાની આગામી 6 અઠવાડિયામાં તપાસ પૂર્ણ થશે. AAIBએ 6 અઠવાડિયામાં તપાસ પૂર્ણ કરવાનું સુપ્રીમકોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. નિયમોને આધિન તપાસ થઈ હોવાનો AAIBએ સોગંદનામામાં ઉલ્લેખ કર્યો છે. એએઆઇબી પારદર્શક અને નિષ્પક્ષ તપાસ માટે કોકપીટ વોઇસ રેકોર્ડિંગ સહિતના પુરાવા જાહેર નહીં કરે.
નોંધનીય છે કે 12 જૂન 2025ના દિવસે અમદાવાદમાં પેસેન્જર ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બન્યું હતું. લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન અમદાવાદ એરપોર્ટ પાસે ક્રેશ થયું હતું. જેમાં 260થી વધુ લોકોના મોત થયા હતા.
