રાજ્યમાં ધાબા પરથી પડી જવાના 48 કેસ નોંધાયા, ડીસામાં બાળકીનું મોત નીપજ્યું
રાજ્યમાં મકરસંક્રાંતિના તહેવારની ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવણી થઇ રહી છે. તેવામાં સમગ્ર રાજયમાં ધાબા પરથી પડી જવાના 48 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં ધાબા પરથી પડી જવાના 12 કેસ બન્યા છે. તથા અમદાવાદમાં દોરી વાગવાના 28 કેસ થયા છે. જેમાં ગુજરાતમાં 48 કેસ નોંધાયા છે.
ત્યારે ઉત્તરાયણ પર્વ પર બનાસકાંઠાના ડીસામાં ધાબા પરથી પડી જતાં નીતા ગુલાબભાઈ ગોહિલ નામની બાળકીનું મોત થયું હતું. જ્યારે એક બાળક ઘાયલ થયો હતો. દોરીથી ગળું કપાવાનો એક બનાવ પણ સામે આવ્યો હતો.
ઉત્તરાયણ પર્વને લઈ ઈમર્જન્સીને પહોંચી વળવા 108ની ટીમો તૈનાત કરાઈ છે. જેને પગલે ફર્સ્ટએડ, EMT(ઈમર્જન્સી મેડિકલ ટ્રીટમેન્ટ)ડૉકટરની ટીમ સાથે 108ની એમ્બ્યુલન્સ તૈયાર રાખી છે. પતંગ ચગાવતી વખતે ખાસ સલામતી રાખવાની અપીલ ઇમજરન્સી સેવા 108 દ્વારા કરાઇ છે. જેમાં લીસી, ખરબચડી, તૂટેલી, નબળી છત કે ધાબા પર ઉભા ન રહેવું જોઇએ.