સુરત: ફલેશ લાઇટ ચાલું રાખી કર્મચારીએ મહિલાની કરાવી પ્રસુતિ
સુરતમાં 108ના કર્મચારીએ શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. 108 એમ્બ્યુલન્સના કર્મચારીએ ગર્ભવતી મહિલાની મોબાઈલની ફ્લેશ લાઈટના પ્રકાશમાં પ્રસૂતિ કરાવી છે.
સુરતના ઉધનાના હરિનગર વિસ્તારમાંથી 108ની ટીમને રાત્રે 2 વાગે ફોન આવતા ટીમ સ્થળ પર પહોંચી હતી. પરંતુ ગર્ભવતી મહિલાની હાલત ખૂબજ ખરાબ હોવાથી ટીમને સ્થળ પરજ મહિલાની પ્રસૂતિ કરવી પડી હતી.
જોકે આ વિસ્તારમાં લાઈટ ન હોવાથી ટીમે મોબાઈલની ફ્લેશ લાઈટની મદદથી પ્રસૂતિ કરી હતી. સાથે જ ટીમે હેલોજન લાઈટની મદદથી યોગ્ય તાપમાન આપીને બાળકનો જીવ બચાવ્યો હતો.
ટીમે સફળતા પૂર્વક પ્રસૂતિ કર્યા બાદ માતા અને બાળકને વધુ સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.