Site icon Time News

GTU-ITR (GPERI) ને ISTE દ્વારા મળ્યો શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજ એવોર્ડ

જીટીયુ-આઈટીઆર (GPERI) કોલેજને ISTE દ્વારા (SNPIT) વિદ્યાભારતી કેમ્પસ, બારડોલી, સુરત ખાતે 3 મે 2025 ના રોજ આયોજિત 27મા ઇન્ડિયન સોસાયટી ફોર ટેકનિકલ એજ્યુકેશન (ISTE) ગુજરાત રાજ્ય વાર્ષિક ફેકલ્ટી કન્વેન્શન દરમ્યાન વર્ષ 2023-2024 માટે “ISTE GUJ-UKA તરસાડિયા શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજ એવોર્ડ” થી નવાજવામાં આવ્યું છે.

આ પ્રસંગે GTU-ITR ના પ્રિન્સિપાલ ડૉ. ચિરાગ વિભાકર અને પ્રોફેસર સદાનંદ સાહુએ સંસ્થા વતી એવોર્ડ સ્વીકાર્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા,વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડા,ISTEના ઈનચાર્જ અધ્યક્ષ ડૉ. ભાસ્કર વી. ભટ્ટ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. GTU-ITR ને ઉત્કૃષ્ટ એવોર્ડની પ્રાપ્તિ બદલ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડો.રાજુલ ગજ્જર અને કુલસચિવ ડૉ. કે. એન. ખેર દ્વારા સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો,http://Operation Sindoor: ‘દેશ માટે ગર્વની ક્ષણ’, ઓપરેશન સિંદૂર પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version