સીંગતેલના ભાવમાં ફરી વધારો, 10 દિવસમાં વધ્યા 60 રૂપિયા, ત્રણ હજારને નજીક પહોંચ્યો ડબ્બાનો ભાવ

રાજ્યવાસીઓને મોંઘવારીનો વધુ એક ડામ આપવામાં આવ્યો છે. સિંગતેલના ભાવમાં ફરી વધારો થયો છે. 10 દિવસમાં સીંગતેલમાં 60 રૂપિયાનો વધારો થયો છે. હાલ સીંગતેલના ડબ્બાનો ભાવ 3 હજાર આસપાસ પહોંચી ગયો છે. હાલ સીંગતેલના ડબ્બાનો ભાવ 2950 થયો છે. મગફળીની ઓછી આવકથી પિલાણમાં ઘટાડો થતાં ભાવમાં વધારો થયો હોવાનુ વેપારીઓ જણાવી રહ્યા છે. તો બીજી તરફ કપાસિયા અને પામોલિનના ભાવ યથાવત છે. કપાસિયા અને પામોલિનમાં ભાવ યથાવત
છેલ્લા 10 દિવસમાં 60 રૂપિયાનો વધારો થયો છે. જેમા સીંગતેલનો ભાવ 3 હજાર આસપાસ પહોંચી ગયો છે. હાલ સીંગતેલના ડબ્બાનો ભાવ 2950 થયો છે. મગફળીની ઓછી આવકથી પિલાણમાં ઘટાડો થતાં ભાવમાં વધારો થયો છે. ફરી એકવાર મોંઘવારીનો માર જનતા પર ઝીંકાતા ગૃહિણીઓનુ બજેટ ખોરવાયુ છે. થોડા દિવસ પહેલા જ ગેસના સિલિન્ડરના ભાવમાં પણ 50 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આ ભાવ વધારા સાથે સિલિન્ડરનો 1110 રૂપિય થયો છે. રોજબરોજની ચીજવસ્તુઓમાં ભાવવધારાથી મધ્યમ વર્ગનું બજેટ ડામડોળ થઈ ગયુ છે.
રાજ્યમાં સીંગતેલ ડબ્બાનો ભાવ રૂપિયા 2970નો થયો હતો. જ્યારે કપાસિયા, પામોલીન તેલમાં નરમ વલણ જોવા મળી રહ્યું છે. વેપારીઓના માટે મગફળીની આવક ઓછી હોવાને કારણે પીલાણ પણ ઘટી રહ્યું છે. અત્યારે સોરાષ્ટ્રની ઓઇલ મિલમાં 20 થી 50 ટકા જ કામકાજ હોવાનું ઓઇલ મિલરો જણાવી રહ્યા છે.