મહાન શિક્ષણવિદ્ અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ‘ભારતરત્ન’ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જન્મજયંતી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજના શિક્ષક દિન નિમિત્તે ગુરુવર્યોના સમાજ દાયિત્વ પ્રત્યે ઋણસ્વીકારની ભાવના સાથે ‘શિક્ષક કલ્યાણ નિધિ’માં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ સ્વૈચ્છિક ફાળો સ્વીકારવા આવેલ ગાંધીનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ તેમજ સ્કૂલ ઓફ એચિવર્સના વિદ્યાર્થીઓ સાથે સહજ સંવાદ સાધીને શિક્ષકો પ્રત્યેના તેમના આદરભાવનું આદાન-પ્રદાન કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, આજીવન શિક્ષક અને પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. સર્વપલ્લી રાધકૃષ્ણનની જન્મ જયંતિ તારીખ પાંચમી સપ્ટેમ્બરને દેશભરમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
વ્યક્તિ અને સમાજ ઘડતરમાં શિક્ષકોના પ્રદાન નું ઋણ સ્વીકાર કરતાં સૌ આ દિવસે શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળા રૂપે સ્વૈચ્છિક યોગદાન આપે છે. મુખ્યમંત્રીશ્રીએ પણ શિક્ષક દિન અવસરે પોતાનો ફાળો અર્પણ કરીને ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.