દેશવિદેશ

ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં અનામત માટે સરકાર બજેટ સત્રમાં લાવી શકે છે નવુ બિલ

સામાન્ય વર્ગના ગરીબોને અનામત જાહેર કર્યા પછી સરકાર વધુ એક મોટું પગલું લેવાની તૈયારીમાં છે. ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં પણ સામાન્ય, ઓબીસી અને એસસી-એસટી અનામતને લાગુ કરવા માટે સરકાર બજેટ સત્રમાં એક બિલ લાવી શકે છે. આગામી સત્ર એટલે કે જુલાઈ 2019થી દેશની દરેક સરકારી, બીન સરકારી હાયર એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટમાં સામાન્ય વર્ગને 10 ટકા અનામત આપવામાં આવશે. કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આ માટે સમગ્ર દેશની હાયર એજ્યુકેશન સંસ્થાઓ અને યૂનિવર્સિટીમાં અંદાજે 25 ટકા સીટો વધારવામાં આવશે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત માટે સંસદના બજેટ સત્રમાં એક અલગથી બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. નોંધનીય છે કે, ખાનગી ક્ષેત્રની શૈક્ષણિક સંસથાઓમાં અનામત આપવા માટે 12 વર્ષ પહેલાં સંવિધાન સંશોધન કરવામાં આવ્યું હતું પરંતુ તેને લાગુ કરવામાં આવ્યું નહતું.

એચઆરડી મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકારોને જણાવ્યું છે કે, અનામતને 2019-20ના એકેડેમિક સેશનથી જ લાગુ કરવામાં આવશે. અનામતથી એસસી, એસટી અને અન્ય કેટેગરીનો કોટા ડિસ્ટર્બ ન થાય તે માટે અલગથી 25 ટકા સીટો વધારવામાં આવશે. સમગ્ર દેશમાં અંદાજે 40,000 કોલેજ અને 900 યૂનિવર્સિટી અને તે બધામાં વધારે કોટા આપવામાં આવશે. તેમણે એવું પણ કહ્યું છે કે, એચઆરડી મંત્રાલય, યુજીસી અને અખિલ ભારતીય ટેક્નોલોજી શિક્ષણ (AICTE)ના ઉચ્ચ અધિકારીઓની એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે તેમણે એવું નથી કહ્યું કે, કુલ કેટલી સીટ વધારવામાં આવશે. તેમણે કહ્યું છે કે, એક સપ્તાહની અંદર જ આખું માળખું તૈયાર કરી દેવામાં આવશે.
સવર્ણ અનામત વિશે એચઆરડી મિનિસ્ટરે રવિવારે સાંજે જયપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, આ આર્થિક ન્યાય અને સામાજિક ન્યાય આપવાનો એક ક્રાંતિકારી નિર્ણય છે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button