મોબાઇલ એન્ડ ટેક

Gmail યૂજર્સ માટે Google લાવ્યું 3 નવા ફીચર, મેસેજ પણ કરી શકાશે ડાઉનલોડ

Gmail Web Client પર અપડેટ પછી પહેલીવાર વધારે યૂઝર ફ્રેન્ડલી થયુ છે. સાથે તેમાં કેટલાક નવા ફીચર્સ પણ એડ કરવામાં આવ્યા છે. હવે ગુગલ સીધા કંપોઝ વિન્ડોમાં અનડૂ અને રીડૂના શોર્ટકટ્સ એડ કરવામાં આવ્યા છે. ગયા વર્ષે એપ્રીલમાં ગૂગલે પોતાની ઈ-મેલ સર્વિસને અપગ્રેડ કરતા કેટલાક મોટા મોટા ફેરફારો કર્યા હતા. તેની ડિઝાઈન અને લુકને સંપૂર્ણ પણે બદલી નાખવામાં આવેલ છે.

કંપોઝ મેલ વિન્ડોમાં અનડૂ અને રીડૂ શોર્ટકટ્સ

લેટેસ્ટ જીમેલ અપડેટ કંપોઝ વિન્ડો ટાસ્કબારમાં રીડૂ અને અનડૂ શોર્ટકટ્સ આપવામાં આવ્યા છે. આ પહેલા ગૂગલે ટાસ્ક બાર પર ફોન્ટ ટાઈપ અને સાઈઝ જેવા ઓપ્શન આપ્યા હતા.આ નવા શોર્ટકટ્સની પોજીશનિંગ જરૂરી હતી કેમકે યૂઝર્સ મેલ ટાઈપ કરતી વખતે સૌથી વધુ તેનો ઉપયોગ કરે છે. અનડૂ બટન જારેપ રીતે લાસ્ટ ચેન્જને રીસ્ટોર કરી દેશે, તો રીડૂ બટન તેને રિપીટ કરી શકાશે.

અલગથી એડ કરવામાં આવશે સ્ટ્રાઈક થ્રૂ બટન

આ શોર્ટકટ્સ એ યૂઝર્સ માટે ખાસ મદદગાર થશે, જેને કીબોર્ડ શોર્ટકટ્સ સિવાય માઉસ ક્લિક કરવાની આદત છે તેમના માટે આનાથી સરળતા રહેશે. આ બંને શોર્ટક્ટસ સિવાય સ્ટ્રાઈક થ્રૂ બટન પણ ટાસ્કબારમાં જોડવામાં આવ્યો છે. ગૂગલનું કહેવુ છે કે સ્ટ્રાઈક થ્રૂ એ જૂએ છે કે કોઈ ટાસ્ક પૂરો થયો છે જો આવુ ન હોય તો એડિટ સઝેશન આપશે. અને એક વિજ્યુઅલ ચેન્જના રૂપમાં જોવા મળશે.

મેસેજીસને ઈએમએલ ફોર્મેટમાં ડાઉનલોડ કરો

તેના બ્લોગ પોસ્ટમાં ગુગલે લખ્યુ છે કે અમે યૂઝર્સને સાંભળ્યા હતા કે તેમને મેલ લખવામાં કેટલાક સામાન્ય પ્રોબ્લેમ નડી રહ્યા છે. આ સિવાય તમે કોઈ વિજ્યુઅલ ચેન્જ પણ નથી કરતા સાથે તમે જીમેલ ક્લાઈન્ટ્સને ઓફલાઈન યૂઝ કરવા ડાઉનલોડ કરી શકો છો આ ઓપ્શન પણ મળશે. તમે એક ક્લીક પર મેસેજને ઈમેલ ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો.

માત્ર જીમેલ વેબ ક્લાઈટ પર હાજર

આ ફીટર્સ જીમેલ યૂઝર્સમાટે એડ કરવામાં આવી છે. તેમાં GSuite યૂઝર્સ માટે રોલઆઉટ કરવાનું શરૂ પણ કરી દેવામાં આવ્યુ છે. તમને આ નવુ અપડેટ ન મળ્યુ હોય તો થોડા સમય પછી મળી જશે. જો કે હાલ IOS એપમાં આને સમાવેશ કરાયુ નથી

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button