
ગુજરાત પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર આવ્યાં છે. નવી 2900 જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 1000 જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 1000 જગ્યાઓ, Srpf કોન્સ્ટેબલ 841 જગ્યાઓ, હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક 133 જગ્યાઓ, મોટર ટ્રાન્સપોર સુપરવાઈઝર 26 જગ્યાઓ સામેલ છે.
ગુજરાત પોલીસે બહાર પાડી 2,900થી વધુ જગ્યાઓ પર ભરતી 2,900થી વધુ જગ્યાઓ પર ભરતીની જાહેરાત બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 1,000 જગ્યા, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 1,000 જગ્યા, SRPF કોન્સ્ટેબલ: 841 જગ્યા હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક: 133 જગ્યા, મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર: 26 જગ્યા, 6 નવેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત..
26 નવેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે
પોલીસ ભરતી માટે 26 નવેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલું થશે. સત્તાવાર નોટિફિકેશન અને અરજી કરવા માટે OJAS ગુજરાત પોર્ટલ પર વિગતો તપાસી શકાય છે.
ભરતી પર એક નજર
અરજી શરૂ થવાની તારીખ: 26 નવેમ્બર, 2026
અરજી શરૂ થવાનો સમય: બપોરે 2:00 વાગ્યે
અરજી કરવાની છેલ્લી તારીખ: 16 ડિસેમ્બર, 2026
અરજીનું માધ્યમ: માત્ર ઓનલાઈન
અરજી ક્યાં કરવી?
ઉમેદવારો OJASની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે. ભરતી અંગેની વિગતવાર માહિતી અને સૂચનાઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ https://gprb.gujarat.gov.in પર ઉપલબ્ધ રહેશે.
