ફિલ્મ કેદારનાથને લઇને સારા અલી ખાનની વધી મુશ્કેલીઓ
બોલીવુડ અભિનેત્રી સારા અલીખાનની ડેબ્યુ ફિલ્મ કેદારનાથી તેની શરૂઆતથી વિવાદને લઇને ચર્ચામાં છે. જોકે ઘણા વિવાદોને લઇને આ ફિલ્મ રિલીઝ થઇ તો ગઇ છે. પરંતુ તેને લઇને થઇ રહેલો વિવાદ ઓછુ થવાનું નામ લેતો નથી. સતત સારાની આ ફિલ્મ કાયદામાં ફસાતી જઇ રહી છે. હાલમાં ફિલ્મ કેદારનાથ પર ઉત્તર પ્રદેશના જૌનપુરમાં તેના વિરુદ્ધ કેસ નોંઘવામાં આવ્યો છે.
જેમા એક વખત ફરી કેદારનાથના મુખ્યા કલાકાર સુશાંતસિંહ રાજપૂત, સારા અલી ખાન અને નિર્દેશક અભિષેક કપૂરને નામિત કર્યા છે. જ્યારે કોર્ટે તેની સુનાવણીની તારીખ 17 જાન્યુઆરી નક્કી કરી છે. તેની સાથે જ ઉત્તરપ્રદેશની પીલીભીત જિલ્લાના એક સિનેમા ઘરમાં એક દક્ષિણપંથી સમૂહે ફિલ્મ કેદારનાથના પ્રદર્શનમાં વિવાદ કર્યો અને નિર્દેશક અભિષેક વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યાં.
લોકોનો આરોપ છે કે આ ફિલ્મ હિન્દુ ભાવનાઓને આહત કરે છે અને લવ જેહાદને વધારી રહે છે. સારા અલી ખાનની ફિલ્મ કેદારનાથના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે અત્યાર સુધી 32 કરોડ રૂપિયાની કુલ કમાણી કરી લીધી છે. ફિલ્મની કહાની 2013માં કેદારનાથમાં આવેલી પ્રાકૃતિક આપત્તિના બેકગ્રાઉન્ડમાં બનાવવામાં આવી છે.