ગોંડલના ખેલૈયાઓ બન્યા આકર્ષણનું કેન્દ્ર,ટ્રાફિકના નવા નિયમને લઇને કરી વેશભૂશા

રાજકોટના ગોંડલના ખેલૈયાઓ કંઇક નવુજ થીમ લાવી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
ગુજરાતમાં નવલી નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ખેલૈયાઓ થનગનવા માટે તલપાપડ થઇ રહ્યા છે. પરંતુ આ વખતે રાજ્યમાં નવા ટ્રાફિકના નિયમોને આવકારવા અમુક લોકો ખુશ છે, તો અમુક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.
રાજકોટના ગોંડલમાં ખેલૈયાઓ નવા ટ્રાફિકના નિયમોને અવરનેસ માટે અનોખો પ્રયોગ કર્યો હતો.ગોંડલમાં ખૈલયાઓ ટ્રાફીકના નિયમો અંગે જાગૃતતા લાવવા હેલ્મેટ પહેરીને ગરબા રમ્યા હતા. ગોંડલના વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેલૈયાઓ હેલ્મેટ પહેરીને અવનવા સ્ટેમ્પ સાથે ગરબા રમ્યા હતા.
ગોંડલની બિફોર નવરાત્રિમાં ટ્રાફિક અવેરનેસ જોવા મળી હતી. ગોંડલમાં ખૈલયાઓ હેલ્મેટ પહેરીને ગરબે રમ્યા હતા. ગોંડલ અને ગોંડલ તાલુકાના સમસ્ત વાળંદ સમાજના લોકો દ્વારા વેલકમ નવરાત્રિ યોજવામાં આવી હતી. નવા કાયદાની જાગૃતતા લાવવા માટે અને લોકો સુધી ટ્રાફિકના મેસેજ પહોંચે તે હેતુથી હેલ્મેટ પહેરીને ગરબા રમવામાં આવ્યા હતા.
નવરાત્રિ પર્વને આવકારવા સમસ્ત વાળંદ સમાજ દ્વારા વેલકમ નવરાત્રિનું ભવ્ય આયોજન ગોંડલના સ્વસ્તિક પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું. હાલ મોટર વ્હીકલ એક્ટને રાજ્ય સરકાર દ્વારા વિવિધ નિયમોને કડક રીતે અમલવારી કરવામાં આવી રહી છે.ત્યારે ટુ વહીલર ચાલકો માટે હેલ્મેટનો નિયમ કમ્પલસરી બન્યો છે. ગોંડલના વાળંદ સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ દાંડિયા રાસમાં ખેલૈયાઓ હેલ્મેટ પહેરી પહોંચ્યા હતા.અને આથી જ તેઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.