ગુજરાત

ગોંડલ: નેશનલ હાઇવે પર આર.આર.સેલએ ઝડપ્યો લાખોનો દારૂ 

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતા પણ અવારનવાર દારૂ પકડાય છે. ત્યારે ગોંડલ નેશનલ હાઈવે પર મેલડી મા ના મંદિર પાસે મહારાષ્ટ્ર પાસિંગની ટ્રક રોકી તેની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો અને ટ્રક ડ્રાઇવર ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ આર.આર.સેલની ગોંડલ નેશનલ હાઈવે પર વિદેશી દારૂનો જથ્થો જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પી એસ આઇ મનીષ વાળાની બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. દરમ્યાન મેલડી મા ના મંદિર પાસે એમ.એચ 12 એયુ 6135 નંબરનો ટ્રક પસાર થતા તેને રોકી તલાસી લેતા કન્ટેનરમાં છુપાવીને રાખવામાં આવેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ 7104 કિંમત રૂપિયા 30 લાખ તેમજ કન્ટેનર કિંમત 10 લાખ મળી કુલ રૂપિયા 33 લાખનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ડ્રાઇવર ચંદ્રશેખર રામસિંહ યાદવ (રહે તુંગારફાંટા શાંતિવલી વસઈ મહારાષ્ટ્ર )ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનારના નામ તપાસમાં ખૂલશે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરાશે તેવું પોલીસસૂત્રોએ જણાવ્યું હતું.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button