દિવાળી પર ગોલ્ડ પ્રથમવાર 82000 રૂપિયાને પાર
દિવાળીમાં સોનાની કિંમત નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે. મજબૂત માંગને કારણે દિલ્હી એનસીઆરના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 1000 રૂપિયા વધી છે અને 82,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નવી ઐતિહાસિક ટોચે પહોંચી છે.
ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર, દિવાળી પહેલા મજબૂત માંગને કારણે દિલ્હીમાં 99.9 ટકા શુદ્ધતાના સોનાની કિંમત 1,000 રૂપિયા વધીને 82,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નવી ટોચે પહોંચી ગઈ છે. 99.5 ટકા શુદ્ધતાનું સોનું પણ 1,000 વધીને 82,000 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચી ગયું છે. અગાઉ ધનતેરસ, 29 ઓક્ટોબર, 2024ના રોજ 99.9 ટકા અને 99.5 ટકા શુદ્ધતાનું સોનું 81,400 રૂપિયા અને 81,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.
વેપારીઓના મતે, સોનાના ભાવમાં તીવ્ર વધારો દિવાળી દરમિયાન વધતી માંગને પહોંચી વળવા સ્થાનિક જ્વેલર્સ દ્વારા કરવામાં આવી રહેલી જંગી ખરીદીને કારણે હોઈ શકે છે. આ સિવાય અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા અનિશ્ચિતતા અને વૈશ્વિક તણાવનું વાતાવરણ પણ સોનાના ભાવમાં ઉછાળાનું મુખ્ય કારણ છે. છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવમાં 35 ટકાનો વધારો થયો છે. 29 ઓક્ટોબર 2023ના રોજ સોનાની કિંમત 61,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જે હવે 82,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે.