સોનામાં રોકાણ કરનારા માટે ખુશખબર, 18 જાન્યુઆરી સુધી ખરીદી શકશો ગોલ્ડ બોન્ડ
સોનામાં રોકાણ કરવા માંગતો હોય તો ફિઝિકલ બોન્ડની જગ્યાએ ગોલ્ડ બોન્ડ સારો વિકલ્પ છે. તેમાં સોનાની ચોરીનો પણ ડર રહેતો નથી અને તેના પર વ્યાજ મળે છે. 14 જાન્યુઆરીથી આ નાણાકીય વર્ષ દરમિયાન સોવેરિયન ગોલ્ડ બોન્ડની પાંચમી સિરીઝ શરુ થઇ ચુકી છે. તેના અંતર્ગત 18 જાન્યુઆરી સુધી બોન્ડનું વેચાણ ચાલુ રહેશે. આ દરમિયાન તમે 3214 રૂપિયા પ્રતિ ગ્રામના દરે ગોલ્ડ બોન્ડ ખરીદી શકો છો. જોકે, 11 જાન્યુઆરીએ 24 કેરેટ ધરાવતા 1 ગ્રામ સોનાની કિંમત 3345 રૂપિયા હતી. તેને ઓનલાઇન ખરીદવા પર રોકાણકારોને પ્રતિ ગ્રામ 50 રૂપિયાની વધારાની છૂટ પણ અપાશે.
બોન્ડ માર્કેટમાં ગોલ્ડ સોનાની વર્તમાન કિંમતથી ઓછા ભાવે મળતું હોય છે. આ સ્કીમ હેઠળ ગોલ્ડ બોન્ડ ખરીદનારને 2.5%ના વાર્ષિક દરે વ્યાજ મળશે. આ સિવાય રોકાણકારોને કેપિટલ ગેઇન ટેક્સમાંથી પણ છૂટ મળશે. રોકાણથી થતી આવક ઇન્કમ ટેક્સ એક્ટ હેઠળ ટેક્સેબલ હશે. જો સોનાની બજારકિંમત ઘટે છે તો તેમાં નુકસાનની પણ સંભાવના હોય છે.
આ બોન્ડ્સને બેન્ક, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, સિલેક્ટેડ પોસ્ટ ઓફિસ સિવાય NSE / BSE જેવા સ્ટોક એક્સચેન્જના માધ્યમથી ઓનલાઇન કે ઓફલાઈન ખરીદી શકાશે. તેનો મેચ્યોરિટી પિરિયડ 8 વર્ષનો હશે. જોકે, ઇન્વેસ્ટર પાંચમા, છઠ્ઠા કે સાતમા વર્ષે પણ બોન્ડને તોડી શકે છે. પણ મેચ્યોરિટીથી પહેલા તોડવા પર કેપિટલ ગેઈન ટેક્સ બેનીફીટ મળશે નહીં.
બોન્ડ ખરીદવા માટે રોકાણકારે ડિમાન્ડ ડ્રાફ્ટ, ચેક કે ઓનલાઇન પેમેન્ટ કરવું પડશે. આ સિવાય કેશ પેમેન્ટની પણ સુવિધા મળશે પણ આ સ્થિતિમાં વધુમાં વધુ 20,000 રૂપિયાની કિંમતના જ બોન્ડ ખરીદી શકાય છે.