
આજે, 28 ઓક્ટોબરે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, સોનાનો ભાવ ₹1,913 ઘટીને ₹1,19,164 થયો છે. અગાઉ, તેનો ભાવ ₹1,21,077 પ્રતિ 10 ગ્રામ હતો. અમદાવાદમાં આજે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,22,510 છે.
આ દરમિયાન, ચાંદી ₹1,631 ઘટીને ₹1,43,400 પ્રતિ કિલોગ્રામ થઈ છે. ગઈકાલે, ચાંદીનો ભાવ ₹1,45,031 પ્રતિ કિલોગ્રામ હતો.
IBJA સોનાના ભાવમાં 3% GST, મેકિંગ ચાર્જ અને જ્વેલર્સ માર્જિનનો સમાવેશ થતો નથી. તેથી, ભાવ શહેરોમાં અલગ અલગ હોય છે. આ ભાવનો ઉપયોગ RBI દ્વારા સોવરિન ગોલ્ડ બોન્ડનો ભાવ નક્કી કરવા માટે કરવામાં આવે છે. ઘણી બેંકો ગોલ્ડ લોન દર નક્કી કરવા માટે તેનો ઉપયોગ કરે છે.
કેરેટ મુજબ સોનાનો ભાવ
| કેરેટ | કિંમત (રૂ./10 ગ્રામ) |
| 24 | ₹1,19,164 |
| 22 | ₹1,09,154 |
| 18 | ₹89,373 |
| 14 | ₹69,711 |
છેલ્લા આઠ દિવસમાં સોનાનો ભાવ ₹10420 ઘટીને આજે ₹1,19,164 પ્રતિ 10 ગ્રામ થયો છે. 19 ઓક્ટોબરના રોજ તે ₹1,29,584 ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું. આ દરમિયાન, ચાંદી ₹1,69,230 પ્રતિ કિલોથી ઘટીને ₹1,43,400 થઈ ગઈ છે.સોના અને ચાંદીના ભાવમાં ઘટાડા માટે 3 કારણો
પ્રોફિટ-ટેકિંગ અને વધુ પડતી ખરીદીના સંકેતો: રોકાણકારો તેજી પછી પ્રોફિટ બુક કરી રહ્યા છે. રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (RSI) જેવા ટેકનિકલ ઈન્ડિકેટર્સ દર્શાવે છે કે કિંમતો આવરબોટ (ભાવમાં વધારો થવો) ઝોનમાં પહોંચી ગઈ છે. તેથી, ટ્રેન્ડ ફોલોઅર્સ અને ડીલરો વેચાણ શરૂ કરી દીધું છે.
ભારતમાં તહેવારોની ખરીદી પુરી થઈ: દિવાળી જેવા તહેવારો પછી ભારતમાં સોના અને ચાંદીની ખરીદી ધીમી પડી ગઈ છે. જેના કારણે સોના અને ચાંદીની માંગમાં ઘટાડો થયો છે.
ગ્લોબલ તણાવમાં ઘટાડો: સોના અને ચાંદીને ‘સેફ હેવન’ માનવામાં આવે છે, એટલે કે લોકો મુશ્કેલ સમયમાં તેમને ખરીદે છે. ગ્લોબલ તણાવમાં ઘટાડો થવાથી તેમના ભાવમાં ઘટાડો થયો છે.