પ્રથમ વખત બોયફ્રેન્ડ સાથે ડેટ પર જાઓ છો તો રાખો આ વાતનું ખાસ ધ્યાન
ડેટ પર જતા પહેલા લાઇફમાં અમુક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે, નહીં તો જો પ્રથમ ડેટમાં પાર્ટનરની સાથે જશો અને કોઇ ભૂલ થશે તો તમારે શરમ અનુભવવી પડેછે.તો ચાલો, જાણીએ એક છોકરી તરીકે જ્યારે તમે તમારા બોયફ્રેન્ડ સાથે ડેટ પર જાવ તો કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
– આંખોને દિલનો અરીસો કહેવામાં આવે છે. તમે જ્યારે આઈ કોન્ટેક્ટ રાખીને વાત કરશો ત્યારે તમારો આત્મવિશ્વાસ પણ વધશે અને સંબંધો પણ વધુ મજબૂત અને ગાઢ બનશે.
– છોકરાઓને બદલાવ જરા પણ પસંદ નથી હોતો. ખાસ કરીને જો એ બદલાવ તેમને લઈને હોય. તેઓ ભલે તમારી પાસેથી એવી અપેક્ષા રાખે કે તમે તેમના મુજબ વ્યવહાર કરો, પરંતુ જ્યારે વાત તેમના ઉપર આવે ત્યારે તેઓ આટલા બધા ઉદાર નથી હોતા. જો તમે એવું ઇચ્છતા હોવ કે તમારો બોયફ્રેન્ડ તમારાથી નારાજ ન થાય તો વાતે-વાતે તેમને ટોકવાનું બંધ કરી દો. ડેટ રોમેન્ટિક હોવી જોઈએ તેમાં ટીચર બનવાની કોશિશ ન કરો. છોકરાઓ એવું ઇચ્છતા હોય છે કે એ જેવા છે તમે તેમને એવી જ રીતે સ્વીકાર કરો.
– એવું જરૂરી નથી કે દર વખતે છોકરાઓ જ પેમેન્ટ કરે. ઘણાં પુરૂષો એવું વિચારતા હોય છે કે છોકરીની સામે ખર્ચ કરવો તેની જવાબદારી છે. ઘણી વખત તેઓ આ બાબતને પોતાના ઇગો સાથે પણ જોડી લેતા હોય છે, પરંતુ તમે આજની નારી છો અને સંબંધોમાં એક સમાન હોવા પર વિશ્વાસ કરો છો તો પછી પેમેન્ટ માટે પૂછવામાં કોઈ ખરાબી નથી.
– જો મળ્યા બાદ તેમની કોઈ વાત સારી લાગી હોય તો જતા પહેલાં તેમને ચોક્કસ કહો. ઘણા લોકો બીજાની સારી વાત વિશે કંઈ નથી કહેતા, પરંતુ જો તમે સંબંધોને સહજ બનાવી રાખવા ઇચ્છતા હોવ તો પ્રશંસા ચોક્કસપણે કરો. સારી વાતને અભિવ્યક્ત કરવી એ પણ સારી બાબત છે. જો તમે તમારા ડેટિંગ પાર્ટનર સાથે સારો સમય વિતાવ્યો છે તો તેને શબ્દોમાં જરૂર વ્યક્ત કરો.