Site icon Time News

Godhra: ઓઇલની દુકાનમાં ભીષણ આગ લાગી, આસપાસની 6 દુકાનો બળીને ખાખ

ગોધરા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં મધ્યરાત્રીએ એક ઓઇલની દુકાનમાં આકસ્મિક આગ લાગી હતી. આ ઘટના મોડી રાત્રે બની હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આજુબાજુની છ દુકાનો પણ તેની ઝપેટમાં આવી ગઈ હતી.

આગની ગંભીરતાને જોતાં ગોધરા ઉપરાંત શહેરા, લુણાવાડા, કાલોલ અને હાલોલની ફાયર બ્રિગેડની ટીમોને બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમોએ સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે આજુબાજુના પાંચ મકાનોને ખાલી કરાવવામાં આવ્યા હતા. આગની ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થયા હતા. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આગની ઘટનાને કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો, Dahod: ફતેપુરામાં SOGએ ગાંજાની ખેતી પકડી, ખેતરમાંથી 33.77 કિલો ગાંજો મળ્યો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version