ગુજરાતના IPS અધિકારીઓને સરકારે નવા વર્ષે આપી મોટી ભેટ
ગુજરાત સરકારે નવા વર્ષના પહેલા દિવસે ગુજરાતના આઇપીએસ અધિકારીઓને બઢતીની ભેટ આપી છે. ગુજરાત કેડરના 16 આઇપીએસ અધિકારીઓને રાજ્ય સરકારે બઢતી આપી છે. જેમાં 1986 બેચના સુરત પોલીસ કમિશ્નર સતીષ શર્માને ડીજીમાં બઢતી આપી છે. 2001 બેચના 6 ડીઆઇજી રેંકના અધિકારીઓને આઇજીમાં બઢતી આપી છે. જ્યારે 2006 બેચના 31 આઇપીએસ અધિકારીઓમાંથી 14 એસપી રેંકના આઇપીએસ અધિકારીઓને સિલેક્શન ગ્રેડ આપવામાં આવ્યો છે.
ઓગસ્ટ 2019માં નિવૃત્ત થનારા સુરત પોલીસ કમિશ્નર સતીષ શર્માને ડીજીમાં બઢતી આપી છે. 2001 બેચના 6 અધિકારીઓને ડીઆઇજીમાંથી આઇજીમાં બઢતી આપી છે. જેમાં અમદાવાદ હેડક્વાટરના અધિક પોલીસ કમિશ્નર ડોક્ટર વિપુલ અગ્રવાલ, ડી.એન. પટેલ, ગાંધીનગર રેંજ ડીઆઇજી મયંકસિંહ ચાવડા, કમાંડો ટ્રેનિંગ સેંટરના ડીઆઇજી ગિરિશ સિંઘલ અને અમદાવાદ ટ્રાફિકના અધિક પોલીસ કમિશ્નર જે.આર. મોથ્થલિયાને આઇજીમાં બઢતી આપી છે. આજ બેચના અમદાવાદ સ્પેશ્યલ બ્રાંચના ડીઆઇજી એસ.કે. દવે ગઇકાલ 31 ડિસેમ્બર 2018ના રોજ નિવૃત્ત થવાના હોવાથી તેમને નિવૃત્તિના એક દિવસ પહેલા સરકારે આઇજીમાં બઢતી આપી હતી.
આ ઉપરાંત 2006 બેચના મહેસાણા એસપી નિલેશ જાજડિયા, સ્ટેટ ટ્રાફિક બાંચના એસપી બીપીન આહિરે, જામનગર એસપી શરદ સિંઘલ, એસપી સીએમ સિક્યોરિટી ચિરાગ કોરડિયા, પશ્ચિમ રેલવેના એસપી આર.જે. પારગી, ભાવનગર એસપી પી.એલ. માલ, છોટાઉદેપુર એસપી એમ.એસ. ભાભોર, અમદાવાદ ડીસીપી ઝોન-3 આર.એફ. સંઘાડા, સુરત ઝોન-2 ડીસીપી બી.આર. પાંડોર, તાપી એસપી એન.એન. ચૌધરી, સુરત ઝોન-4 ડીસીપી અશ્વિન ચૌહાણ, જેલના એસપી ડૉ. એમ.કે. નાયક, અમદાવાદ ગ્રામ્ય એસપી રાજેન્દ્ર અસારી અને અમદાવાદ ઝોન-7 ડીસીપી કે.એન. ડામોરને સિલેક્શન ગ્રેડ આપવામાં આવ્યું છે. જ્યારે આ બેચના બે અધિકારીઓ મનોજ નિનામા અને જી.વી. બારોટને સિલેક્શન ગ્રેડ આપવામાં આવ્યું નથી.