Gujarat

‘70000 આપો ને ડિગ્રી લઈ જાઓ’, ગુજરાતમાં નકલી તબીબોનો રાફડો ફાટ્યો

ગુજરાતના 1200 લોકોને બોગસ ડોક્ટર બનાવનાર ડો. રસેશ ગુજરાતીના કૃત્ય વિશે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ છે. આ શખસે 1200 લોકોને નકલી ડોક્ટર બનાવીને માત્ર ગુજરાતના લોકોના જીવ જ જોખમમાં નથી મૂકી દીધા છે, સાથે પોતે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અત્યારસુધીમાં ડો. રસેશ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના નોંધાયા છે, જેમાં સૌથી ગંભીર કેસ એક સગીરાના ગર્ભપાતનો છે. આ કેસમાં ડો. રસેશ જેલ પણ જઈ ચૂક્યો છે.

1200 નકલી સર્ટિફિકેટના આ વેપારી ડો. રસેશની કરમકુંડળી સહિત કુલ કુલ 14 લોકોની ધરપકડ પોલીસ કરી છે. રસેશ જેમને ડિગ્રી આપતા હતા તેમને જ બ્લેકમેલ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ 70 હજારમાં ડો. રસેશ ડોક્ટરની ડિગ્રી વેચતો હતો. અને અત્યાર સુધીમાં 1200 લોકોને નકલી ડીગ્રી આપી હોવાનું સામે આવ્યું છે. જ્યારે દર વર્ષે રિન્યુ માટે પાંચ હજાર લેતા હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું હતું.

મુન્નાભાઈ MBBS બનાવવાના કૌભાંડમાં ઝડપાયેલ ડો. રસેશ ગુજરાતી કોંગ્રેસનો નેતા હોવાનું સામે આવ્યું છે. રસેશ ગુજરાતીની નિમણૂક 2019માં કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે કરાઈ હતી. ગુજરાત ડોક્ટર સેલના ચેરમેન હેમાંગ વસાવડા દ્વારા ડો. રસેશ ગુજરાતીને આ પદ સોંપવામાં આવ્યું હતું.

બોગસ ડોક્ટર સુરેશજી ઠાકોર દ્વારા ફરિયાદીને દત્તક બાળક આપીને છેંતરપિંડી કરી હતી. તેમજ બોગસ ડોક્ટરે ફરિયાદીને બાળક દત્તક આપ્યું હતું. તેમજ બાળક આપ્યા બાદ કોઈ પણ દસ્તાવેજી પુરાવા ન આપ્યા હતા. દસ્તાવેજી પુરાવા ન આપતા અરજદારે બાળક પરત સોંપ્યું હતું. તેમજ બાળકને પરત સોંપ્યા બાદ બોગસ તબીબ દ્વારા પૈસા પરત ન કરી છેંતરપીંડી આચરી હોવાનું ફરિયાદીને માલુમ પડતા ફરિયાદી દ્વારા પાટણ બી ડીવીઝન પોલીસ મથકે બોગસ ડોક્ટર સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button