Gujarat

ગાંધીનગરના છત્રાલ પાસે કારચાલકની હાજરીમાં જ અજાણ્યો શખ્સ કારમાંથી રોકડ ભરેલી બેગ ઉઠાવી ગયો

ગાંધીનગરના છત્રાલ ગામ પાસે આવેલા એક પેટ્રોલપંપ પર કારનું પંચર કરાવી રહેલા કારચાલકની નજર ચૂકવી અજાણ્યો શખ્સ પાંચ લાખ રૂપિયા ભરેલી બેગ ઉઠાવી જતા ચકચાર મચી છે. રોકડની ઉઠાંતરની ઘટના CCTVમાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી છે.

અમદાવાદના ચાંદખેડા ખાતે રહેતા હર્ષદભાઈ શાંતિલાલ પટેલ છત્રાલ-પાનસર રોડ ઉપર ભારત ઇન્ડ્રસ્ટ્રીઝ નામથી ફેક્ટરીમાં ફેન્સિંગ વાયર બનાવી તેનું વેચાણ કરે છે. ગઈકાલે મંગળવારે દસેક વાગ્યાની આસપાસ હર્ષદભાઇ પોતાની ફેક્ટરી ઉપર હાજર હતા ત્યારે ફેક્ટરીમાં નોકરી કરતા સુપરવાઇઝર ગૌરાંગભાઇ પટેલ પણ ત્યાં હાજર હતા. આથી હર્ષદભાઈએ સુપરવાઇઝરને કહેલ ફેક્ટરીમાં કર્મચારીઓનો પગાર કરવાનો હોવાથી ગાડી લઈને બેંકમાંથી રૂ. 2 લાખ તેમજ પી.એમ આંગડિયા પેઢીમાંથી રૂ. 3 લાખ એમ કુલ રૂ. 5 લાખ લઈ આવો. જેથી કરીને સુપરવાઇઝર રૂપિયા લેવા માટે કાર લઈને નીકળ્યો હતો. ત્યારે આશરે સાડા બારેક વાગ્યે સુપરવાઇઝર ગૌરાંગ પટેલે ફોન કરી હર્ષદભાઈને કહેલ કે તમારા કહ્યા મુજબ રૂપિયા ઉપાડીને કાળા કલરના પર્સમાં મૂક્યા હતા.બાદમાં ગાડી લઇ મહેસાણા કલોલ હાઇવે ઉપર અમદાવાદ તરફ જતા હતા. તે વખતે છત્રાલ ગામની સીમમાં મોટા બાર સમાજની વાડીની સામે હાઇવે રોડ ઉપર ગાડીને પંક્ચર પડ્યું હતું. આથી નજીકમાં આવેલ એસ્સાર પેટ્રોલ પંપના કોર્નરમાં આવેલ પંક્ચરની દુકાને પંક્ચર કરાવવા માટે ગાડી પાર્ક કરી હતી અને ગાડીમાંથી સ્પેર વ્હીલ તેમજ જરૂરી સામાન બહાર કાઢી પંક્ચર કરાવ્યું હતું. બાદમાં ગાડીમાં બેસવા જતાં રૂપિયા ભરેલું પર્સ જણાઈ આવ્યું ન હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button