હાર્ટ બ્લોકેજની સમસ્યાથી છૂટકારો મેળવવા ડાયેટમાં સામેલ કરો આ વસ્તુ
હાર્ટ બ્લોકેજની સમસ્યા હૃદયના ધબકારાથી જોડાયેલી બીમારી છે. તે બે પ્રકારની હોય છે. જન્મથી હાર્ટ બ્લોકેજની સમસ્યાને કોનગેનિટલ હાર્ટ બ્લોક કહે છે અને મોટા થવા પર હાર્ટ બ્લોકેજની થનારી સમસ્યાને એક્વીરેડ હાર્ટ બ્લોક કહે છે. આજકાલ એક્વીરેડ હાર્ટ બ્લોકની સમસ્યા સામાન્ય થઇ રહી છે. તેનો ઇલાજ એંજિયોપ્લાસ્ટી અથવા મોંઘી દવા તેમજ બાયપાસ સર્જરી છે. જો તમે પણ આ સમસ્યાથી બચવા માંગો છો તો તમારી ડાયેટમાં આ વસ્તુઓ સામેલ કરો. આ વસ્તુઓ હાર્ટ બ્લોકેજની સમસ્યાને કેટલીક હદ સુધી રોકી શકે છે. તે સિવાય આ વસ્તુઓ ધમનીઓ સાફ કરીને બ્લડ ફ્લોને પણ સારી રાખે છે અને કોલેસ્ટ્રોલને પણ એકઠું થવા દેતી નથી.
હાર્ટ બ્લોકેજથી બચવા માટે ડાયેટ પ્લાન
હળદર
હળદરમાં રહેલા વિટામીન બી-6 ને મજબૂત કરવામાં મદદ કરે છે. જેના માટે હળદર વાળુ દૂધ પીવું જોઇએ.
લીંબુ પાણી
લીંબુ પાણી રોજ પીવાથી હાર્ટ બ્લોકેજની આશંકા ઓછી થઇ જાય છે. જેમા એન્ટી ઓક્સીડેન્ટ રહેલા છે. જે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ બહાર નીકાળવામાં મદદ કરે છે.
ઇલાયચી
ઇલાયચી ફક્ત ભોજનના સ્વાદ વધારવા માટે જ નહીં હૃદયના રોગીઓ માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદમાં તેને હૃદયના ઇલાજમાં ઔષધીના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે.